"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર ગઝલના શે’ર

showletter211w300h1691.jpg 

માર્ચ ૧૦,૨૦૦૭ માં યોજાયેલ ..દિનેશ દેસાઈ કૃત બે પુસ્તકોનું વિમોચન્ સુગમ સંગીત અને કવિ સંમેલન, જેમાં  નામી અને નવોદિત સર્જકો મન મૂકી વરસ્યા હતા. તેમાના થોડા શે’ર  અહીં આપની સમક્ષ રજૂ કરુંછુ..

ભરબપોરે જો ઢળેલી રાત છે
એક સૂરજ ડૂબવાની વાત છે.. છાયા ત્રિવેદી

એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ
હું  જીવતો  રહ્યો છું સળગી  ગયા પછી પણ.. ચંદ્રેશ મકવાણા

કશું   તૂટવાના   સમાચાર    આંસુ
અમારા જીવનનું છે અખબાર  આંસુ…ભાવેશ ભટ્ટ્

આંખોને બંધ કરી સહજ સહજ  સાધજે,
            તું ટેરવાની  ભાષાના કાકૂ,
ઉરવલ્લી હાડ નીચે સરકીને પામજે તું
               ઝળહળતું કૂંડલીનું નાકું.. ઈલિયાસ શેખ

તું   વિતે છે એ  બધાને છે ખબર,
આમ તું ઘડિયાળ  ટક ટક ન કર.. અંકિત ત્રિવેદી

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.. હરદ્વાર ગોસ્વામી

છે નદીની વાત , પાણી  જોઈ એ,
સરહદોને  પણ    રવાની   જોઈ એ.. દિનેશ દેસાઈ

અને રાહ  જોતો રહ્યો કે
કયારે છેલ્લો પતંગ પતંગયું થઈ પાછો ફરે..રાજેન્દ્ર પટેલ

સૂર્યનું આશ્રિત અજવાળું રહેશે  પણ
ગર્ભમાં અંધાર છે , અંધાર રે’વાનો..દિનેશ ડોંગરે

વિખૂટા થઈ ગયાં તો શું પરાયા થઈ નથી શકતા,
તમે  મારા હતા  મારાજ છે   મારા જ   રે’વાના.. ગુલામ અબ્બાસ

ગઝલ લખવી એટલે પાણીની ઢગલી કરવા જેવી વાત છે,
શબદના હાથ પગ બાંધી કાગળ પર તરવા જેવી વાત છે..ધૂની માંડલિયા

ગોકુળમાં કો’ક વાર આવો તો  કહાન હવે
                       રાધાને મુખના બતાવશો
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે
                      જનુનાને કાંઠે ના આવશો.. માધવ રામાનુજ

આ દર્દ મૌનમાં જ છવાતું  ભલે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે….રઘુવીર ચૌધરી

જૂન 5, 2007 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: