"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ કક્કાની…

fh000004.jpg625pcamyh84ecan53wluca2zd2glcab3tw93ca70awoqca9ixu7sca4kmnjmcaplffo1ca9yvqircaft1xokcaewn9j0carkufrzcazxxfd9campw6w7cancjdaxca3kb7bica6lbmlzca78h4mmcak20uqi.jpg 

( ૨૦૦૨માં હ્યુસ્ટનમાં,મારા પુસ્તક વિમોચન વખતે લીધેલ તસ્વીર)

******************************************************

ક બહુ લિસ્સો હતો લપસી  ગયો,
ખ ના પગમાં ખોટ તે મોડો પડ્યો.

ગ ના બે  કટકા  છતાં સાથે રહ્યાં,
ઘ નું મોઢું  બંધ; ગૂંગળાઈ મર્યો.

ચ  બાગાસાં   ખાઈ છે તે જોઈને,
છ  ને   છીંક આવી ૨   ૩  ૪  ૬ .

જ  નો હાથ ઊંચો    થયો સત્કારમાં,
ઝ એ લાબાં થઈને ઝટ  ઝાલી લીધો.

ટ   બહુ   ચંચળ   ઊછળતો  કૂદતો,
લપસ્યો   પછડાયો  ને ઠ ડ ઢ થયો.

ગ   જતો’તો   રમવા   સંતાકૂકડી,
હાથ   દૈ રોકયો  તો ગ નો ણ થયો.

ત   હતો  તૈયાર   કૂદકો   મારવા,
થ એ કાઢી  આંખ   તો થીજી ગયો.

દ ને પગ  નહોતો કે ઊભો રહી શકે,
લૈ ને   ટેકણલાકડી   ધ   થૈ ગયો.

ન  ને  વાંકી   પૂંછડી  નડતી રહી,
પ એ  વીંઝી  પાંખ પીંખાઈ  ગયો.

ક ને  ઊગી  પૂછડી  કહેવાયો   ફ
બ ના   પેટે  ગાંઠ તે  રડતો રહ્યો.

ભ   ફરે છે   સૂંઢને    ડોલાવતો,
સૂંઢ   તૂટી ગૈ તો ભ  નો મ થયો.

ય   ફુલેલા પેટથી   શરમાય  ને,
ર   ને દુબૅળ દેહાનો છે  વસવસો.

લ  લડે છે ઢાલ    ને તલવાર લૈ,
વ ને લાગી બીક તે નાસી    ગયો.

શ ને ષ સ ત્રણે સગ્ગા ભાઈ ઓ,
ચોથો ભાઈ હ  જે પિત્રાઈ   હતો.

ળ ક્ષ ને જ્ઞ   રહી    ગ્યા એકલા,
આમ   આ કક્કો  અહીં પૂરો થયો.

-આદિલ મન્સૂરી( મળે ન મળે)

 (નોંધ-આદિલ સાહેબ અહીં હ્યુસ્ટનમાં પધારેલ ( ૨૦૦૨) ત્યારે  કક્કાની ગઝલ રજૂ કરેલ અને કહેલ કે “મારી દિકરી નાની હતી ત્યારે કક્કો શિખવાડવા આ ગઝલ લખેલ”..આ ગઝલ એમણે સુંદર રીતે ગાયેલ )

માર્ચ 3, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. મન ક્યાં નાસી ગયું???????????

    ટિપ્પણી by Neela Kadakia | માર્ચ 6, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: