"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ધૂની માંડલિયા

 image0281.jpg

  નિર્દોષ પ્રેમ !! ના કોઈ નાત-જાતનો ભેદ..સત્યમ્ ! શિવમ્ ! સુંદરમ્  !

******************************************************************

છે   શબ્દ તો  એ   શબ્દનેય   હાથ-પગ  હશે;
એનેય   રકત,રંગ , અસ્થિ, માથું, ધડ હશે.

નહીં   તો બધાંય સંપથી ના   મૌનમય  બનત,
પ્રત્યેક   શબ્દની    વચાળ   મોટી   તડ   હશે.

આંખોના    અર્થમાં     સજીવ    પ્રાણવાયું  છે,
હોઠો   ઉપરના   શબ્દ તો    આજન્મ  જડ    હશે.

જીવ્યો   છું   શબ્દમાં , મર્યો  છું માત્ર  મૌનમાં,
મારી    કબર   ઉપર   ફરકતું      લીલું  ખડ  હશે.

જીવ્યો    છું  શબ્દમાં    સમયને     સાંકડો  કરી,
વાવ્યો   છે શબ્દ   ત્યાં    કદી   ઘેઘુર  વડ  હશે.

-‘ધૂનીમાંડલિયા(૧૨-૧૧-૧૯૪૨) મૂળ નામ અરવિંદ શાહ. પત્રકાર.
કાવ્ય-સંગ્રહ ‘માછલી સાથે દરિયો નિકળ્યો’. અમદાવાદમાં રહે છે.
 

Advertisements

મે 17, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. નિર્દોષ પ્રેમ…..બહુ સરસ ગઝલ છે…આ પ્રાણીઓ પાસેથી આપણે બહુ જ શીખી શકીએ એવુ છે…પ્રાણી સમજુ છે..પણ માનવ સમજુ છતાં અજ્ઞાન છે.

    ટિપ્પણી by Rekha | મે 17, 2007

  2. વચ્ચેના બે શેરમાં હશેની જગ્યા એ છે લખાઈ ગયું લાગે છે…. સુંદર ગઝલ…

    ટિપ્પણી by વિવેક | મે 18, 2007

  3. પ્રત્યેક શબ્દ ની વચ્ચે મોટી તડ હશે..

    ખૂબ સરસ.

    એમની જ એક સુન્દર પંક્તિ યાદ આવે છે.

    “કોઇ ઓચિંતુ રસ્તે મળે,
    ને કદી ધીમેથી પૂછે કેમ છે?
    આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
    ને ઉપરથી કુદરતની રહેમ છે.”

    ટિપ્પણી by nilam doshi | મે 23, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s