"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સળગતી હવાઓ

 rumour11.jpg

  સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

હજારો  વરસથી મસાલો  ભરેલુ  ખયાલોનું  શબ છું   ને ખડખડ હસું છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો ,બસ!અસરગ્રસ્ત ભાષા ભસું છું હું મિત્રો!

અરિસા જડેલું   નગર  આખું તગતગ, પથ્થર બની  ને ઘસઘસ ઘસું છું,
તિરાડોની  વચ્ચેનું  અંતર   નિરંતર, તરુ બે તસુ બસ ખસું છું હું, મિત્રો !

સવારે  સવારે  હું   શસ્ત્રો   ઉગાડું,  હથેલીમાં  કરવતનું  કૌવત કસું  છું,
પછી  કાળી  રાતે   અજગર બની ને , મને પૂંછડીથી ગ્રસું છું હું , મિત્રો !

નથી મારી મરજી છતાં પણ મરું છું, સતત  ફાંસલમાં  ફસું છું હું ,મિત્રો !
પણે  દોર ખેંચાય,  ખેંચાઉં  છું હું, અધવચ નગરમાં વસું છું હું , મિત્રો !

સળવળતી હવાઓ શ્વસું છું હું ,મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું  હું , મિત્રો !

-સરૂપ ધ્રુવ (૧૯-૦૬-૧૯૪૮) વિદ્રોહી કવિયત્રી.’ મારા હાથની વાત’
અને’ સળગતી હવાઓ’ કાવ્યસંગ્રહ. એમની કાવ્યબાની અરૂઢ છે.
        

મે 8, 2007 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: