એક ગઝલ-શૈયદ ‘રાઝ”
શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી;
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી ?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તંવગર ‘રાઝ’ શી નિસ્બત તંવગરથી.
તમો ધારો છો એવા અમો નથી
(એક ગુજરાતીભાઈ એ અમેરિકા-દેશની મુલાકાત લીધી, એક -બે એમની દ્ર્ષ્ટીએ કડવાઅનુભવ થયાં! ઉકળી ઉઠ્યાં અને પાછા ગયા પછી લખે છે કે” કોઈ અમેરિકા ન જશો, તમારી આશા તદ્દન નિષફળ નિવડશે.. કોઈ ગુજરાતી તમને મદદરૂપ નહી થાય” એ ભાઈ ને જવાબ રૂપે આ ક્વિતાએ આકાર લીધો છે..એમની ઈ-મેલના સંદર્ભમાં ..ઘણી ચર્ચા થઈ..કેટલાક વાંચકોની વિનંતી થી આ કાવ્ય અહીં બ્લોગ પર મુકુ છું)
*************************************************************
તમારી સમજણમાં મણ, મણની છે ફરિયાદ ભાઈ,
તમો ધારો છો એવા અમો નથી.
ઈમારત બાંધી છે,પથ્થરોની ઠોકરો ખાઈ,ખાઈને,
બેન-બંધુઓને બોલાવ્યા છે લાગણી બતાવી ને,
ધોઈ નાંખી છે આખી જાતને.
તમો ધારો છો…
ઊઠી પરોઢે વહેલાં કામ-કરવા જતાં યુગલો અહીં,
સૂર્ય ઢળે, થાકી-પાકી ફરતા ઘેર પાછા,
કરે કુટુંબની સંભાળ, નથી કોઈ નોકર અહીં.
તમો ધરો છો…
સ્વર્ગ જેવી આશા લઈને આવ્યા હતા તમો,
વાગ્યો એક કાંટો ને રિસાઈ ગયા ભાઈ!
ઊછર્યા છીયે અમો તો કાંટાની વાડમાં ભાઈ
તમો ધારો છો..
ધર્મની વાત કયાં કરો ! અહી તો મોટી જમાત આવે છે,
અહી તો એકના ચાલીસ કરવા,
ધર્મ-ગુરૂની વણઝાર આવે છે.
તમો ધારો છો..
ગુજરાતીને સમજો તો છે માયાળું નહીં તો છે વેપારી !
લક્ષ્મી વાપરે, વેડફે નહી,
‘છાંસમાં માખણ ને વહું ફુવડ’ એવું તે નાકરે.
તમો ધારો છો..
‘અમેરિકા દેશ નકામો, દેશીઓ સાવ લુખ્ખા’,
તોય આવી લાખો કમાવી જાય છે,
ખાઈ-પીઈ ને કરે એજ થાળીમાં છેદ કેમ ?
******************************************
અમેરિકામાં દેશીઓ બધા હ્રદય-વગરનાં છે એ માની લેવું, કોઈને કોઈની પડી નથી એવું વિધાન કરવું,એ વાત યોગ્યસ્થાને નથી, પાયા વગરની છે. આ દેશમાં લાખોની સંખ્યામાં ગુજરાતી ભાઈ-બહેનો આવ્યા છે, કાયમમાટે અહીં રહીં દેશમાં ભાઈ-ભાડું ઓ ને આર્થિક મદદ કરી છે. અહીં જે નવા, નવા આવ્યા હોય તેને માર્ગ-દશૅન આપ્યું છે, નોકરી અપાવી છે. અંગ્રેજી ઓછું બોલતા હોય અથવા ન બોલતા હોય એવી વ્યક્તિઓ ને દેશી સ્ટોર, હોટેલ-મોટેલ વાળા પણ આપણાં ભાઈ-બહેનો ને જોબ આપે છે..ભારતથી મુલાકાત આવનાર કોઈ પણ મુલાકાતીને , રજાઓ લઈ, બહાર ફરવા લઈ જાય પ્રેમથી પોતાના ઘેર રાખે છે. આપણાં જાણીતા કવિ-લેખકો અહી આવે છે તેવો પણ ગુજરાતી મિત્રો, કવિ-મિત્રો સાથેજ અહીં રહે છે. એમને બે-ત્રણ દિવસ વેકેશન લઈ બહાર હરવા-ફરવા લઈ જાય..ઘણીવાર પોતાને ખર્ચે જોવાલાય સ્થળો પર લઈ જાય.( આપણે દેશની મુલાકાત લઈ એ ત્યારે એજ અહીની મુલાકાતે આવેલાજાણીતા કવિ મિત્ર પાસે આપણને મળવાનો સમય નથી હોતો ! આપણે એ વસ્તુંનું બહું માઠુ નથી લગાડતા) અહિંની લાઈફ બિઝી છે, ઘણી વખત જોબ પરથી રજા ન પણ મળે, તો આવી પરિસ્થિતી આવનાર વ્યક્તિ એ સમજવી જોઈએ. આપણે દેશની મુલાકાતે જઈ એ છીએ ત્યારે
ઘણી હેરાન ગતીમાંથી પસાર થતાં હોઈ એ છીયે.. છતાં આપણે આ વસ્તુંને ગૌણ ગણી પાછા-ફરી પાછા વતન તરફ દોડતા જઈ એ છીયે…