"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક હતો રેઈનકૉટ-બકુલ ત્રિપાઠી

hight_statuya_0071.jpg 

 એક હતો રેઈનકૉટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !

‘તારેજ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાએ  ને
બદતમીજીની હદ આવી ગઈ.

‘હું નહીં તમેજ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…
બે હતા આપણે
ને  રેઈનકૉટ એક !

મે 6, 2007 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: