મૂંગામંતર થઈ જૂઓ
Happy Memorial -Day
*********************
જ્યારે સૂઝે ના કૈ અક્ષર, મૂંગામંતર થઈ જૂઓ;
ભીતરથી રણઝણશે જંતર , મૂંગામંતર થઈ જૂઓ.
પુસ્તક સઘળા બંધ કરી દ્યો, આંખોને મીંચી દ્યો,
મેળે મેળે મળશે ઉત્તર , મૂંગામંતર થઈ જૂઓ.
હોય ભલે ના વાદળા, પણ જો હોય તરસ ભીંજાવાની,
મનમાં થાશે ઝીણી ઝરમર , મૂંગામંતર થઈ જૂઓ.
દર્પણ દર્પણ ભટકો નહિ ને બિંબ બધા ફોડી નાખો ,
ખૂદને મળશો ખૂદની અંદર, મૂંગામંતર થઈ જૂઓ.
જળતરંગ માફક ઊઠો ને ત્યાં સૂધી પ્હોંચો ‘સુધીર’
ખૂદ થઈ જાશો સુંદર સરવર , મૂંગામંતર થઈ જૂઓ.
સુધીર પટેલ( ૨૫–૦૯-૧૯૫૪) જન્મ લાઠી(અમરેલી) અમેરિકાના શાર્લોટમાં રહેછે.
‘નામ આવ્યું હોઠ પર એનું અને ‘… મૂગામંત્તર થેી જૂઓ’ એમના ગઝલસંગ્રહો.