"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન-ભાવક શે’ર

તું  મરે  કે જીવે  આ  દિનિયાને  શું
એ ચલાવી લે છે પયગંબર   વગર.. દિપક બારડોલીકર

ઘોળ્યું જો  પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં  ભેદ રહ્યો  ના અજાનમાં..મુસાફીર પાલનપુરી

જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં  ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’

તું   કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું   કહુછું, ફૂલ  પર નખથી    જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ

ગળામાં   ગાળિયો   નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત

શબ્દોય   છે  તો  જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ

આથી  વધારે બીજો  ભરમ  શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ

ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી

એપ્રિલ 21, 2008 - Posted by | શાયરી

5 ટિપ્પણીઓ »

 1. સુંદર સંકલન…

  ટિપ્પણી by વિવેક ટેલર | એપ્રિલ 22, 2008

 2. મજાનું સંકલન
  તેમાં આ વધુ ગમ્યા
  આથી વધારે બીજો ભરમ શું હોય શકે,
  હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ
  ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
  ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં..મુસાફીર પાલનપુરી

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 22, 2008

 3. બહુ જ સરસ જુદાજુદા કવિઓનું સંકલન કરેલ છે. મઝા આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 23, 2008

 4. સરસ શેર અને સરસ સંપાદન

  ટિપ્પણી by jayeshupadhyaya | એપ્રિલ 23, 2008

 5. good collection

  ટિપ્પણી by નીલા | એપ્રિલ 23, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: