વાચન કે વ્યસન ?
ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;
અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.
ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;
તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની વૃર્તત આપણામાં ન આવે,
તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?
વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,
તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને
તે પ્રમાણે આચરણ ન થતું હોય તો
એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.
ભારતમાં રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની
એક પરંપરા ચાલી આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં
ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે
કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.
આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,
એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ