આજની પ્રાર્થના..
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગના દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તી માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચીત ન રાખીશ…-રાબીયા
***********************
હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું બધાંને સમજવા ચાહું
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.
કારણકે….
આપવામાં જ આપણને મળે છે;
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીયે
મૃત્યું પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
-સંત ફાન્સિસ