એક માત્ર માને..
ભગવાન પાસે આપણે શું માગીશું? માગીશું અહૈતુકી કૃપા અને ભગવાન આપણી પાસેથી શું માગે છે ? માગે છે અમલા અનિમિત્તા ભક્તિ, અકારણ પ્રેમ.
જેવો હતો પ્રેમ પ્રહલાદનો. પ્રહલાદ, જે શાથી ભગવાનને પ્રેમ કરે છે તે પોતે જાણાતો નથી. હાથીના પગ નીચે નાખ્યો ત્યારે પણ હરિ, પહાડના શિખર પરથી ફેંકયો ત્યારે પણા હરિ પછી ભગવાને પ્રહલાદને વરદાન આપવા ઈચ્છ્યું. પ્રહલાદે કહ્યું કે , હું તમને ચાહું છું. તે શું બદલામાં ક્શું પામવા માટે ?
સંસારમાં આ પ્રમાણે પ્રયોજન વગર આપણે કોઈને ચાહીએ છીએ ? એક માત્ર માને . સંતાન જ્યારે માને ચાહે છે ત્યારે પૂછતું નથી કે મા, તું શું રૂપસી છે કે વિદૂશી છે ! તે મા છે એજ તેનું ઐશ્વર્ય સદાની ભિખારણ મા-તેને છોડીને તેનું શિશું લંબાવેલા હાથવાળી રાણીને ખોળે જતું નથી. મા જ્યારે સંતાનને મારે છે ત્યારે પણ સંતાન તો માને જકડી રાખે છે, ત્યારે પણ મા-મા કહીને જ રડે છે. કારણ કે તે જાણે છે કે જે નયનોને તેમણે છલકાવ્યા છે , તેજ નયનોને તેમણે સ્નેહ-ચુંબનથી ભરી પણ દીધા છે.. અચિંત્યકુમાર સેનગુપ્ત