"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોઈ બેસતું કેમ નથી ….

જાપાનની  શહેર-પરાંની લોકલ ટ્રેન માં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવીજ ; પણ લોકો તાલીમ બદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડાનારા હારબંધ ઊભા હોય પ્લેટફોર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે; દરવાજો બંધ થાય પછી જ ગાડી ઉપડી શકે , તેવી યાંત્રીક  ગોઠવણી.

સાકાઈથી ઓસકા જવા હું લોકલમાં ચડ્યો. ડ્બ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક  ખાલી પડેલ હતી. ” કોઈ બેસતું કેમ નથી?” મેં સાથેના  મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, ” જેટલા ઊભા છે  તે સૌ ને બેસવું તો  છે; પણ ખાલી બેઠક  એક જ છે  તેથી બધા વિચારે છે કે , બેઠક  મને નહી-બીજાને મળવી જોઈએ. માટે સૌ ઉભા છે”

બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં જોઈ.

-મોહન પરીખ
************************
કોઈ દિવસ  જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક  દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને  કાજે  હાર પામવાનું હું પસંદ કરું છું
-વુડ્રો વિલસન

 

એપ્રિલ 25, 2008 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: