"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દુષ્કાળ છે!-કિરણ ચૌહાણ

 71424803_f731ecac6f.jpg

પાંખના   ફફડાટથી  ધ્રૂજી   ઉઠેલી  ડાળ  છે,
આ શિકારી-હાથનો પંજો ઘણો   વિકરાળ છે.

શ્વાસ  લેવાથીય મૃત્યુ  થઈ શકે  રમખાણમાં,
શહેરના વાતાવરણામાં  એવી ઊની ઝાળ છે.

કાગડાઓના  નગરમાં  હોય  કાળા   કાયદા,
લ્યો! હવે કોયલ ઉપર ટહુકી ગયાનું આળછે.

એક  નાના દર્દને  સંતાડતાં   હારી  જવાય,
આમ તો   સૌનાં  હૃદયમાં કેટલાં પાતાળ છે.

ખંજરો, તલવાર વેચાયાં  ઘડીભરમાં’કિરણ’
સાંભળ્યું છે   દેશમાં  તો  કારમો   દુષ્કાળ છે.
 

એપ્રિલ 3, 2008 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: