અમેરીકામાં ભિખારી ની પણ એક અદા હોય છે!!
“જો તમે મને એક ડોલર આપો તો .. તમારા મનમાં જેટલી ગાળો હોય તેટલી આપો..પણ શરત એટલી એક ડૉલર આપો”.. વાહ !પેટમાં આગ લાગે..તમારી ગાળ પણ ઘણી વ્હાલી લાગે!!
***************************************************************************************************
ભિખારી રહ્યા છતાં પ્રમાણિકતા નથી છોડી. આજ ના આ સત્યવાદી હરિચંદ્ર કહે છે કે જૂઠ શામાટે બોલું?
દારૂની આદત છે..ભૂખ સહન કરીશ પણ દારૂ વગર રહેવાતું નથી.. માત્ર દારૂ માટે પૈસાની જરૂર છે..
**************************************************************************************************
બિચારા આ ભિખારી સાહેબની બૈરી ને કોઈ અપહરણ કરી ગયું..! બૈરીને સમજાવવા કે પછી અપહરણ કરનાર પાસે થી છાડવવા..માત્ર $૦.૯૮ સેન્ટની જ જરુરત છે..આપની પાસે હોય તો આ લાટ-સાહેબ ને આપશો?
*************************************************************************************
લ્યો આ ભિખારી-સાહેબ ગરીબ છે પણ કોઈ અમીર-પૈસાદાર સ્ત્રી મળી જાય..તોજ આ ગરીબી ભાગી જાય!! કોઈ લક્ષ્મીદેવી દ્વાર ખખડાવે!!તો રંકમાંથી રાજા બની જવાય!
**********************************************************************************************
શું કરું?
મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
વિચારનો બોજ લઈ શું કરું?
સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
મરણનો બોજ લઈ શું કરું?
મને કોણ મનાવે?- મરીઝ
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું બધા દૂરથી રસ્તા બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું મને કોણ મનાવે?
હું જો ન હસું..
હું જો ન હસું તો પછી હસવાનું મુકદર,
વરસાદની પ્હેલાં જે પડ્યું મારું હતું ઘર.
જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પુરું,
હું થોડું હસ્યો થોડું રડ્યો થૈ ગયું સરભર.
સપનાની ગલીમાં તો ફર્યા રજકૂંવર થૈ,
જાગ્યા તો જાણ્યું હતા મ્હોતાજ સિંકદર.
મૃગજલની સભામાં અમે ઝરણાની કરી વાત,
સળગી ગયા એ સાંભળી દૂર સંમદર.
ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
-શેખાદમ આબુવાલા
શૈફ પાલનપુરીના સુંદર ચૂંટેલા શે’ર..
જિંદગીએ હસીને કહ્યું મોતને,
આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ !
એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવને જોઈ, થયું,
પ્રશ્નો તો નિરાતે સૂતા છે, પ્રેશ્નોનાં ખૂલાસા જાગે છે.
મોતનો આઘાત તો જીરવી શકાશે એક દિન,
જિંદગીનો ઘાવ જે ઝીલે છે , શક્તિમાન છે.
પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,
હોય જો પાનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે.
જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું છે કે મન લાગતું નથી.
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું,
તમારું નામ લઈને અંદર આવે છે તડકો.
જગતની ભીની ઝુલ્ફોનાં રહસ્યો એ જ જાણે,
વિતી છે રાત કઈ રીતે, એ વર્તી જાય છે તડકો.
જોતાંની સાથે લોક તરત ઓળખી ગયા,
મુજથી વધુ સફળ મારી દિવાનગી હતી.
મા!
બે બાળને મીઠા-મધૂરા સ્તન પાન કરાવતી આ મા પાસે ..શું સંપતી છે? અમૃતપાન કરતાં આ બાળાકોને આથી વિશેષ સંપતીની જરૂર છે ખરી?
**************************************************************************************************************
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!
પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!
રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!
કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!
ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !
આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!
સ્ત્રી…ચંદ્રકાંત બક્ષી
હિન્દુસ્તાનની સ્ત્રીએ પુરૂષ માટે જન્મ લીધો હોય છે. એક પુરૂષ જે માગે છે એ બધું જ એક સ્ત્રી આપી શકે છે. યુરોપમાં આટલું જોઈતું હોય તો ચારપાંચ સ્ત્રીઓ પાસેથી મળી શકે છે.
સ્ત્રીસહજ સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓ છે જે સમયાતિત છે. સ્ત્રીના સંબંધિ વય વધવાની સાથે સાથે પોતાના અંતરંગ રકત સંબંધોમાં બદલાતા જાય છે. પરિવાર અને વિસ્તૃત પરિચિત પરિવાર એ સ્ત્રીનું વિશ્વ છે.
લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું સૌંદર્ય હોય છે.
બેટીઓ જિંદગીભર બાપને ખુશ રાખે છે, ફક્ત એક વાર રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એકવાર રડવાનું કિસ્મત, એકવાર પેટભરી ને રડી લેવાનું કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?
સ્ત્રીનું કામ ફિલસુફ થવાનું નથી,પુરૂષને ફિલસુફ બનાવવાનું છે!
જ્યાં સુધી સ્ત્રી પ્રેમમાંથી સ્વતંત્ર નહી થઈ શકે ત્યાં સુધી સ્ત્રી સંપૂર્ણ મનુષ્ય નહીં બની શકે, માત્ર અર્ધમનુષ્ય થઈને રહી જશે, આવું મદિરાનું માનવું છે..
અમને દોડાવ્યા…
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યાં. ક્યાં પહોચશું, એની ખબર ક્યાં છે;
અમારી ફરતું કાયમી આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથમાં રહેનારું;
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહિ આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ્;
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશા ઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તે-
થયું સારું કવિતા ચરણ દઈ અમને અમને દોડાવ્યા.
-મનોજ ખંડેરીયા
મન ભાવક શે’ર-‘રાઝ’ નવસારવી
આવ્યા છો મારી પાસ તમે એ નવાઈ છે,
નહિતર નદી જતી નથી નાના ઝરણ સુધી.
આભાસ થાય છે ને અનુભવ થતો નથી,
જીવું છું એવી રીતે કે જાણે છું ખ્વાબમાં.
બેઠાં બેઠાં જ્યાં ઉદાસ આંખે ગગન જોતો રહું,
છત વિનાનું એક એવું ઘર હશે તો ચાલશે.
એકલતા દૂર કરવા બહાનું તો જોઈએ,
શોધી રહ્યો છું ચાંદ સિતારા મકાનમાં.
હું જાણું છું કે તારા ઘર સુધી લંબાય છે રસ્તો,
ખબર કોઈને ક્યાં છે તે પછી ક્યાં જાય છે રસ્તો.
તારા વિશેનો પ્રશ્ન અનાદીથી એક છે,
કિન્તું મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
શંકા થઈ રહી છે મને મારા દુઃખ વિશે,
જેને મળું છું , મારા બધા મહેરબાન છે.
કારણ વિના આ લોકો તો ટોળે વળે નહીં,
ઘટના બની છે કંઈક તો મુજ ઘરની આસપાસ.
એક સુંદર ગઝલ-ડૉ.રશીદ મીર
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડાપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટાનાઓ કિસ્સામાં.
-રશીદ મીર ( ૧૬-૧૧-૧૯૯૭)
સૂર્યની પીંછી વડે..
સૂર્યની પીંછી વડે હું અંધકારો ચિતરું છું,
સાવ સુક્કી ડાળખી પર હું બહારો ચિતરું છું.
કેટલી યાદોની હોડી, હાથમાં ડૂબી ગઈ,
એક દરિયો, બે હલેસાં ને કિનારો ચિતરું છું.
આંખની ભિનાશ લૈને તરફડી’તી માછલી,
વેદનાની ભીંત પર સપનો કુંવારા ચિતરું છું.
રેતમાં રઝળી રહીં છે પ્યાસ કેરી ચાંદની,
ઝાંઝવાની આંગળીથી, હું ફુવારા ચિતરું છું.
-આહમદ મકરાણી
સમયના રથને દોડવા દે!
સમયના રથને દોડવા દે!
થોડી મજા માણવા દે,
સમયના રથને..
સમય પારખી નીકળ્યો નગરમાં,
કોણ છે સ્વજન? દ્વાર એના ઠોકવા દે,
સમયના રથને..
બળીને રાખ થઈ જશે આકાશ-ગંગામાં,
એ સૂરજને અંજલી આપવા દે,
સમયના રથને..
એ અટવાતો રહ્યો છે કાળચક્રમાં !
રણનો સાગર છે તરવા દે,
સમયના રથને..
બ્રહ્માંડનો તાગ લેવા નીકળ્યો ભલે,
ભાન ભૂલેલો છે ભટકવા દે,
સમયના રથને..
ધૂણી ધખાવી યોગી બની બેઠો ભલે,
હિમાચલ ડગે, એને પણ ડગવા દે,
સમયના રથને..
સમય ક્યાં રહ્યો છે ‘દીપ’ બુઝવામાં!
છેલ્લે ચાર કાંધીયાને મળવા દે,
સમયના રથને..
ચકચૂર થઈ ગયો છું..
અરમાનોથી હૃદયના ચકચૂર થઈ ગયો છું,
બદનામીઓ ઉઠાવી મશહૂર થઈ ગયો છું.
આશામાં દર્શનોની હું તૂર થઈ ગયો છું,
નયનોમાં નૂર ઝાલી પૂરનૂર થઈ ગયો છું.
સમજાવો દુશ્મનોને પથ્થરથી માર મારે,
પુષ્પોના મારથી હું ભંગુર થઈ ગયો છું.
પાગલપણાની લિજ્જ્ત ભૂલી નથી ભૂલાતી,
ડાહ્યો બનીને જગમાં રંજૂર થઈ ગયો છું.
મારો કહી મને તે આપી પ્રતિષ્ઠા એવી,
તારા ગયા પછી હું મગરૂર થઈ ગયો છું.
-શવકીન જેતપૂરી