"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઢૂકડા લગ્નનું ગીત-નિરંજન યાજ્ઞિક

 

આંબલિયે  હોય  એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?- બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કહેવાય,
અને ઉમ્બરમાં  હોય એને? – બોલ !
સખી, શેરીમાં  વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ?- બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી  હૈડામાં  વાગે છે ઢોલ !

એપ્રિલ 11, 2008 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: