"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નવ-દંપતીની ઈશ્વરને પ્રાર્થના

હે! પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે

તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો  કરજો
અમારા સહજીવનના કેન્દ્રમાં  તમે રહેજો
અમારા માર્ગનું લક્ષ્ય પણા તમે જ રહેજો.

સુખમાં ને દુખમાં, માંદગીમાં ને વાવાઝોડમાં
અમે પ્રેમ ને શ્રદ્ધાથી એકમેકથી સાથે રહીએ
એક બીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન દાખવીએ
પોતાના વિચાર બીજા પર ન લાદીએ
બીજાના સ્વતંત્ર વ્યકતિત્વનું  માન રાખીએ.

હવે અમે કેવળ પ્રવાસી નથી
જીવનના બધા સ્તરે, સાથે રહેના હેતુને વરેલા
યાત્રી છીએ
અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું
એક નાનું પણ મહત્વનું પગથિયું છે.

અને એટલે, અમે અમારા સંબંધને
સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ,
એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ,
એકમેકને અવલંબીને પાંગળા ન બનીએ,
પણા સાથ આપીને સબળ બનીએ.

અતિ પરિચયથી  અવજ્ઞા ન કરીએ
પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ
અમારામાં ખોવાય  ન જઈએ,
પણ અક બીજા દ્વારા પોતાને પામીએ.

લોકો કહે છેઃ લગ્ન એક પવિત્ર બંધન છે,
પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોય શકે?
અમારો પ્રેમ અમને બાંધતી જંજીર નહિ,
અમને ઉંચે ચડાવતી પાંખો બને.

અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે
પણ એક ધબકતો, નિત્ય  નવા ઉઘાડનો,
છલકતા આન્ંદનો ઉત્સવ બની રહે
અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઈ અમે પુરાઈ ન રહીએ
પણ સહુને માટે દ્વાર ખોલીએ,
અકમેકને જ નહિ, ઘણાને ચાહીએ
અમારા માળામાં જે કોઈ આવે તે શીળો ચાંયો પામે.

એક ફૂલની જેમ ખીલતો સુંગધ-વેરતો સંબંધ
માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે.
અમે એ સર્જનનો તમને આદ્ધર્ય ધરીએ
એકમેક ભણી જોઈ રહેવાને બદલે
તમારા ભણી સાથે મીટ માંડીએ
સુખી થઈ એ  અને  સુખી કરીએ
અકબીજામાં ભળી  ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ
જોડા જોડ ઉભા રહીએ.
તમારી  આરતી  ઉતારતા બે દીવા બની રહીએ.

અને અમારા બેમાંથી એક જણને
તમે જ્યારે તમારા અંકમાં ઊંચકી લો,
ત્યારે બીજું જણ
શોકમાં ઝૂરી  મરવાને બદલે
સાર્થક જીવન જીવ્યાના આન્ંદથી પરિપૂર્ણ રહે,
એકબીજાના સાથથી  પોતે ઊંચે ચડ્યાનું
પ્રતીતિપૂર્વક  કહી  શકે,

એવી આજના  અવસરે અમારી પ્રાર્થના છે.

-‘પરમ સમીપે'(કુન્દન કાપડીઆ)

એપ્રિલ 8, 2008 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: