"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કરી જોજો !

 

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી  જોજો,
તમારા   મ્હેલના મહેમાનની   સામું જરી  જોજો.

મુસાફર  કંઈ  બિચારા આપના રાહે  સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો   ભરી જોજો.

ઊછળતા  સાગરે મેં  છે ઝુકાવ્યું  આપની ઓથે,
શરણમાં જે  પડે   તેને  ડુબાવીને  તરી જોજો !

વિના  વાંકે  છરી   મારી  વ્હાવ્યું ખૂન  નાહકનું,
અરીસા  પર નજર ફેંકી તમારી એ   છરી જોજો.

કટોરા   ઝેરના   પીતાં જીવું છું, એ   વફાદારીઃ
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું  ધરી જોજો.

અમોલી  જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર  કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું;હવે દિલબર!ફરી જોજો.

– કપિલ ઠક્કર

એપ્રિલ 14, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: