દીનનાથ દયાળુ નટવર
દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મુકશો માં
હાથ મારો મુકશો માં, હાથ મારો મુકશો માં…દીનાનાથ
આ મહાભવ સાગરે ભગવાન હું ભુલો પડ્યો છું,
ચૌદ લોક નિવાસ ચપલા, કાંત આ તક ચુકશો માં… દીનાનાથ
ઓથ ઈશ્વર આપની,સાધન વિષે સમજું નહી હું,
પ્રાણ પાલક પોત જોઈ, શંખ આખર ફૂંકશો માં… દીનાનાથ
માત તાત સગા સહોદર, જે કહું તે આપ મારે,
હે! કૃપામૃતના સરોવર, દાસ સારું સુંકશો માં… દીનાનાથ
શરણ દીનાનાથનું છે,ચરણ હે! હરિરામ તારું,
અખિલ નાયક આ સમય,ખોટે મરો પણ ખુટશોમાં.. દીનાનાથ
નાનપણથી દાદીમા એ અંતરમાં ઉતારેલું ભજન ગાતા આનંદ થયો
જે કોઇ અમદાવાદમાં નવચેતન હાઇસ્કુલમાં ભણ્યા હશે તો એમને આ પ્રાથના વિષે જરુર ખબર હશે. બિહારીભાઇ ગવડાવતા હતા. મઝા આવી ગઇ.
I learned from Kaumudi Munshi.