રવીન્દ્રનાથનાં મૌકતિકો..
રાત્રિએ સૂરજને કહ્યું-‘આ ચન્દ્ર તારો પ્રેમ-પત્ર છે,
તો ધરતી-પુત્ર તરણાં પર ઠરેલાં અશ્રુબિંદુઓ
મારા પ્રત્યુતર છે.
‘In the moon thy love letter to me’,
said the night to the sun.
I live my answer in tears upon the grass.
હું રજળપાટ કરતો હતો ત્યારે , હે! પગદંડી,
મને તારો થાક લાગતો હતો
હવે તારા સખ્યમાં મજલ મીઠી લાગે છે.
When I travelled to here and to there,
I was tired of thee, O Road. But now when thou
leadest me everywhere
I am wedded to thee in love.
જીવનમાં રહી ગયેલાં છિદ્રો વાટે
મૃત્યુંનું કરૂણ સંગીત આવે છે.
Gaps are left in life through which comes
the sad music of death.
કિરતારની પરમ શક્તિ હવાની શીતળ લહેરખી
લાવ છે, અંધાધુંધ નહી.
God’s great power is in the
gentle breeze, not in the storm.
**************************************************************
ખોરાક માટે પ્રાણીઓને માર્યા વગર પણ માનવી જીવીત અને તંદુરસ્ત રહી શકે છે,
તો પછી માનવી પ્રાણીઓને મારી માંસ ખાય તો માત્ર શોખને સંતોષવા!