"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંસુ

આંખડીમાં   હસતી   ગુલાબકળી    આંસુ
ને સ્પંદનની  મ્હેકતી આ  ધૂપસળી આંસુ!

અણદીઠા    દરિયાનું   મોતી   એક  આસું
ને વાદળાની વીજઆંખ રોતી એજ આંસું!

પાનખરે   છેલ્લું    ઝરે પાન એ જ આંસું
ને  કોકિલનું  વણગાયું ગાન એજ  આંસું!

ઝાકળનું    ક્ષણજીવી    બુંદ  એક   આંસુ
ને ચિરજીવ    વેદનાનું વૃંદ એ જ આંસુ!

વાંસળીનો    વિખૂટો     સૂર   એક  આંસુ
ને ગોપીનું   સૂનું  સૂનું ઉર  એ જ આંસુ !

કાળજામાં    કોરાયા   કૂપ   એ   જ  આંસુ
તમે મારો મેણા ને ઓઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

એપ્રિલ 10, 2008 Posted by | મને ગમતી કવિતા, વાચકને ગમતું | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: