"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે.”
-જેઈમ્સ ફ્લેચર

એપ્રિલ 23, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

“ભગવાં ઉતારવા પડશે !”

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી  સત્યદેવઆવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યાં હતા, તે જોઈ તેઓ  બહું પ્રસન્ન થયાં. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈને કહેવા લાગ્યા,’ હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.’

    બાપુ કહે, ‘ બહું સારું.આશ્રમ તમારા જેવા  માટે જ છે. પણ  આશ્રમમાં દાખલ થાઓ એટલે  આપને આ ભગવાં કપડા ઉતારવા પડશે.’

આ સાંભળીને સ્વામી સત્યદેવને ઘણો આઘાત લાગ્યો.ગુસ્સે થયા. પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શકતા નહોતા.. તેમણે કહ્યું, ‘એતો કેમ બને? હું સંન્યાસી છું ને?’

    બાપુએ કહ્યું,’હું સંન્યાસી છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરોબર સમજી લો.’
પછી બાપુએ  તેમને શાંતીથી સમજાવ્યું, ‘આપણા દેશમાં ભગવાં કપડાં જોતાજ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં. સેવા કરવાનું છે.આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે  જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે  આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તું છે,સંકલ્પની બાબત છે.બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?’

સત્યદેવને વાત સમજાઈ તો ખરી પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, ‘આતો મારાથી નહીં બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યો છે , તે છોડી નહીં શકું.’
-કાકા કાલેલકર
 

એપ્રિલ 23, 2008 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: