"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એ વાત ખોટી છે.

showletter1.gif 

કવિઓએ      કવિતામાં    કહી   એ   વાત    ખોટી    છે,
મળે ગમમાં  જ દિલને જિંદગી,  એ   વાત    ખોટી    છે.

પ્રચારક   છે     બધાયે   સત્યનો      વેપાર      કરનારા,
તમે  જે    ભરસભામાં   સાંભળી   એ   વાત    ખોટી    છે.

તમે  આંસુ    વહાવ્યાં એ    તો   આ  વાતાવરણ   કહે  છે,
હવાના   સૂર    વાટે    જે   મળી  એ   વાત    ખોટી    છે.

હિમાલયની    આ    કન્યા  કોઈના   શિર  પર   રહે  શાથી?
જટામાંથી  જ  આ  ગંગા  સરી  છે  એ   વાત    ખોટી    છે.

જીવન    અર્પણા   કરી    દીધું     છે  મેં   તો  મૂક વાતોમાં,
હ્રુદયની   ભેટ    મેં    તમને  ધરી  એ   વાત    ખોટી    છે.

ઘમંડે    રૂપના   તમને      ભુલાવ્યાછે   ,    હકીકત   છે,
નજર   મારી   નથી  કૈ     કરગરી, એ   વાત    ખોટી    છે.

તડપ છે,   ગમ છે,   દિલ છે, ઘા  છે, ઘાના આપનારા,
છતાં    સૂની   કહો    છો    જિંદગી? એ   વાત    ખોટી    છે.

વધુ    શું     બોલશે     ‘મનહર’ જીવનું     માપ    નાનું છે,
તમે    કીધું, ગઝલ  તમને    ગમી, એ   વાત    ખોટી    છે.

-મનહર ચોકસી
                                                                                                                                                                                                                                                                                                                                                                                 

જૂન 30, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. પહેલી જ વાર તેમની રચના વાંચી. અદ્ ભૂત લખ્યું છે.

  ટિપ્પણી by મહેન્દ્ર પંચાલ | જૂન 30, 2007

 2. તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા,
  છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.

  sundar rachanaa…..

  ટિપ્પણી by કુણાલ | જૂન 30, 2007

 3. આ સુંદર ગઝલ છે. મને ખુબ ગમી..

  ટિપ્પણી by Rekha | જુલાઇ 2, 2007

 4. વધુ શું બોલશે ‘મનહર’ જીવનું માપ નાનું છે,

  – આ પંક્તિમાં જીવ ની જગ્યાએ જીવન હોય તો છંદ બરાબર બેસે છે…

  હૃદય લખવા માટે અંગ્રેજીમાં hRday ટાઈપ કરશો…

  ટિપ્પણી by વિવેક | જુલાઇ 7, 2007

 5. wah, saras gazal.

  ટિપ્પણી by sagarika | જુલાઇ 11, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: