"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શ્રેષ્ઠ મિત્ર

 
મારી મા..શ્રેષ્ઠ મિત્ર..
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થ નહિ તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી  જાય;
પછી ઘસરકો, ઉઝારડો, તિરાડ…

માને તો આકાશ જેવું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય,
પણ એ એવું કશું માગે -ઈચ્છે-વિચારે નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝગડી શકાય.

આપણા  હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ.
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય
ભગવાન પાસે-
અને સ્વયં ભગવાન સુગંધ!
( ભગવાનની યે મા તો હશે જ ને ?)
-ભગવતીકુમાર શર્મા

ઓગસ્ટ 15, 2008 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. મા તે મા બીજા વગડા ના વા..

  ટિપ્પણી by chetu | ઓગસ્ટ 16, 2008

 2. આપણા હોઠો પરની દૂધિયા ગંધ
  એની છાતીમાં અકબંધ.
  એના ખોળામાંની
  આપણા પેશાબની દુર્ગંધ
  એ સાથે લઈને જ જાય
  ભગવાન પાસે-
  અને સ્વયં ભગવાન સુગંધ!
  વાહ્

  ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 19, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: