"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત છે

ઊંઘ   છે   અંધકારી   રાત   છે?
સ્વપ્ન  મારાં  કેમ  સન્નેપાત  છે?

આભ  નામે સાદ દઈને શું   કહું?
ગીધનો    રોજ   ચંચૂપાત    છે.

સાવ   કોરા તથ્યનો   તંતુ   કહે!
એકલા આ વાંભની ક્યાં વાત  છે?

આયનામાં   શ્વાસને   ઉચ્ચારવા,
થાક  પણ થાકી ગયાની ભાત છે.

પિંડ ‘મગળ’ પામવો શાથી કહો!
જીવતરમાં  કેટલા  જઝબાત   છે!

-મંગળ રાવળ’સ્નેહાતુર’

ઓગસ્ટ 30, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: