વિધવાની ઈચ્છા
મન્નારકડા નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ યે સમાચાર આવ્યા કરે છે, એમ કરીને છાપાંનાં પાનાંને ઊથલાવી દીધાં. પણ પાછળથી મળેલી તેની નીચે મુજબ વિગતે હૃદયનાં પાનાંને ઊથલાવી દીધાં.
આગ લાગેલી કે મુસલમાનના ઘરમાં, પડોશમાં રહેતા કૃષ્ણનને ખ્બર પડતાની સાથે સફાળો ઊઠી એ ત્યાં પહોંચી ગયો . જાતની , પત્નીને બે બાળકોની કે વૃદ્ધ માતાની પરવા ન કરતાં તેણે આગમાં ઝંપલાવ્યું, અને ભડભડતી જ્વાળાઓમાં ઝડપાયેલાં પાડોશીનાં બે બાળકોને તો બહાર ધકેલી બચાવી લીધાં; પણ પછી પોતે બહાર નીકળવા જતાં સપડાયો, આગે તેને ભરખી લીધો.
કૃષ્ણનનું કુટુંબ નિરાધાર બન્યું, એની સંભાળ સમાજે લેવી જોઈએ, એમ કહીને કાલીકટથી નીકળતા’માતૃભૂમિ’દૈનિકે ફાળા માટે અપીલ કરી. જોત જોતામાં રકમ રૂ. ૨૪૦૦૦ની લગોલગ પહોંચી ગઈ. હિન્દુ તેમજ મુસલમાન વાચકોનો તેમાં ફાળો હતો. એ રકમનો ઉપયોગ પ્રથમ શેમાં કરવો છે , એવું કૃષ્ણનની પત્નીને પૂછવામાં આવ્યું, ત્યારે એવિધવા કરૂણ સ્વરે એટલું જ બોલી કે’ તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો, પણ મારી ઈચ્છા છે કે એ રકમમાં થી પહેલાં તો મારા નિરાધાર પાડોશીને રહેવા ઘર બંધાવી દેવું.’
-જ્યોતિ દૈયા
“એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ-એનું નામ શ્રદ્ધા”-વિલિયમ વૉર્ડ