"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કરે છે હજી કેમ ‘હોચી’ ગધાડું.”

હતું    ઊંઘમાં   ઊંઘ    જેવું   ઉઘાડું,
કરે  છે   હજી  કેમ  ‘હોચી’  ગધાડું.

પવનની ગતિ હજી એમ લાગે છે જાણે,
દિશાઓ   ઉપાડીને  ચાલે     છે ગાડું.

વીતેલી   ક્ષણો   કાચ  જેવી બરડ  છે,
કહો   તો તમારા   ઉપર  હું    પછાડું.

સ્મરણના ખભા  બેય  થાકી   ગયા છે,
તને  કેટલી વાર     ક્યાંથી    ઉપાડું?

દીવાલોને   બાંધી   દઈ  એક   પડખે,
પડ્યું   છે    કોઈ  કૈક વર્ષોથી    આડું.

નથી   માત્ર  બે   આંખ  ને બંધ  મુઠ્ઠી,
જગત  એક   આખું  પડ્યું   છે  ઉઘાડું.

કરે   છે  હજી  કેમ ‘હોંચી;   ગધાડું?
મેં  અક્ષરભર્યા  છે, હું  ખેંચું  છું  ગાડું.

– મનહર મોદી

ઓગસ્ટ 25, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: