રાક્ષસ બન્યા શી રીતે ?
છેલ્લા સાઠ વરસથી મારા મનમાં આ દેશ અંગે એક પ્રશ્ન ઘોળાતો રહ્યો છે. મારો સવાલ એ છે કે આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો?
એની સાથે જ બીજો સવાલ પણ મારા મનમાં જાગ્યો હતો તે આ છેઃ આપણાં પુરાણોમાં એવું કેમ જોવા મળે છે કે શક્તિ હંમેશા રાક્ષકો પાસે હતી અને દેવોમાં નહોતી?’વેદમાં ઈન્દ્ર અને વૃત રાક્ષક વચ્ચેના યુદ્ધનું વર્ણન આવેછે. હવે ઈન્દ્ર તો છે દેવોનો રાજા, છતાં એ યુદ્ધમાં કાવાદાવા કરેછે. પણ સામે વૃત રાક્ષસ છે, છતાં સિધી રીતે યુદ્ધ કરે છે. અને દાવપેચ છતાંયે હારે છે તો ઈન્દ્ર જ.
તો દેવતાઓની હાલત એવી કેમ ? દેવો આટલા બધા શક્તિહીન અને રાક્ષસો આટલા શક્તિશાળી-એમ કેમ બને ? એનો જવાબ ખોળતાં ખોળતાં મારા ધ્યાનમાં આવ્યું કે જે બધા રાક્ષસો હતા, એ તપસ્વી હતા રાવણનું તો એટલી હદ સુધીનું વર્ણન આવે છે કે તપ કરતાં કરતાં નવ નવ મસ્તક તો એણે ઉતારીને ધરી દીધા અને દસમું ઉતારવા પણ તૈયાર થઈ ગયો હતો . આમ આઆ બધા રાક્ષસો ભારે તપસ્વી હતા. પણ તો પછી એ રાક્ષસ બન્યા શી રીતે? રાક્ષસ બન્યાએ કારણે કે તપથી મળેલી શક્તિનો ઉપયોગ એમણે ભોગ માટે કર્યો.
જે તપસ્વી હતા તે ભોગી થઈ ગયા, તપસવીનું પતન થાય છે ત્યારે એ વચ્ચે કયાંય અટકતો નથી-જઈને સીધો દાનવ બને છે. અને દાનવોની કોઈ જુદી જાતિ હોતી નથી. પ્રહલાદનો બાપ દાનવ હતો, કૃષ્ણનો મામો દાનવ હતો, દાનવ રાવણ પણ એક ઋષિનો પુત્ર હતો. આમ આ જે દાનવ હતા તે બધા આપણા જ સગાસંબંધી હતાં
-દાદા ધર્માધિકારી