"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રક્ષાબંધનનું મહત્વ

સૌ ને જ્ઞાન છે કે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ તહેવાર એટલે ‘રક્ષાબંધન’.  આ તહેવાર વૈદિક સમયથી પ્રચલીત છે.કોઈ ધર્મના ભેદભાવ વગર ઊજવવામાં આવે છે.પછી મુશ્લીમ હો કે ક્રિચ્યન! તેના પ્રચલીત ઊદાહરણો  આપની સમક્ષ રજૂ કરું છું.

ઈન્દ્ર-ઈન્દ્રાણીઃ
વૈદિક સમયની વાત છે, કે ઈન્દ્ર અને દાનવો વચ્ચે સત્તા માટે હંમેશા યુદ્ધ થતુ હતું.તેમાં દાનવો નો ત્રાસ અને તેઓ મજબુત હતા દેવોનો  રાજા ઈન્દ્રને પોતાની સત્તા ગુમાવી બેઠે એવો ભય હતો.ઈન્દ્રની પત્નિ શશીકલા પોતાના પતિની  ચિંતા જોઈ ન શકી. ઈદ્નાણીએ દેવી શક્તિથી ઈન્દ્રને હાથપર રક્ષાબાંધી  અને તેણીને ખાત્રી હતી કે પોતાનો પતિને દાનવો સામે યુદ્ધમાં જરૂર વિજય મળશે. એજ રક્ષાથી ઈન્દ્રને કોઈ પણ જાતની હાની વગર વિજય મેળાવે  છે.

યમ અને  યમુનાઃ
યમુના એ યમની બહેન હતી યમુના શ્રાવણી પૂર્ણિમાને દિવસે યમને રાખડી બાંધતી અને ત્યારથી ભાઈ-બહેન હંમેશા રક્ષાબંધંન દિવસે રાખડી બાંધવનો રિવાજ શરૂ થયો એવી એક માન્યતા પણ છે.

બળીરાજા અને લક્ષ્મીદેવીઃ
વૈદિકકાળમાં બળીરાજા દેવોમાં ઘણાંજ બળવાન  રાજા તેમજ  વિષ્નુભગવાનનો પરમ ભક્ત.ઈન્દ્રને લાગ્યું કે બળી મારા પર રાજ્ય કરશે અને મારી સત્તા જતી રહેશે . ઈન્દ્રે વિષ્નુભગવાનને પ્રાર્થના કરી, આજીજી કરી, વિષ્નુને મનાવ્યા. વિષ્નુ એ બળી રાજાને પૃથ્વી પર મોકલી આપ્યા પણ સાથે સાથે વચન આપ્યું કે  તને અને તારી સત્તાને કોઈ આચ ન આવે તે થી હું તારી સાથે જ રહીશ. વિષ્નુભગવાનને વૈકુંઠધામ છોડવું પડ્યું.વિષ્નુભગવનની પત્ની લક્ષ્મીદેવી વૈકુંઠધામમાં  એકલા પડ્યા, અને વિષ્નુભગવાન વગર નહોતું ગમતું.લક્ષ્મીદેવી પૃથ્વીલોકમાં ગરીબ બ્રામણ-પત્રીના વેશમાં આવી બલી રાજા પાસે આવી રહેવામાટે આસરો માગ્યો,અને બલીરાજાને ભાઈ તરીકે સ્વીકાર્યો, અને શ્રાવણી પુનમે રાખડી બાંધી, બલીરાજાએ તેના બદલામાં કઈક માંગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીદેવી પોતાના મુળસ્વરૂપે પ્રકટ થયાં અને સાચું કહ્યું કે હું મારા પતિ(વિષ્નુભગવાન)ને વૈકુંઠધામમાં પાછી લઈ જવા આવી છું,બલીરાજાએ કહ્યું કે બહેનરૂપે પધારેલ દેવી આપના વિષ્નુ આપને પાછા આપુ છું..વિષ્નુએ બલીરાજાને આપે વચનમાં થી મુક્તિઆપે છે..

રાજા પોરસ અને સિંકદર
સિંકદરની ઈચ્છા પૃથ્વીને જીતવાની હતી અને એ ભારત પણ આવેલ એ કથા જાણીતી છે.અને ભારતને પણ પોતાની સત્તા હેઠળ રાખવાની હતી,  રાજા પોરસની પત્ની એ પોતાના પતિને કશી હાની કે રાજ્ય ન છીનવાય તેથી સિંકદરને તેણીએ રાખડી મોકલી અને સિંક્સદરને ભાઈ બનાવ્યો તેથીજ પોરસરાજાને સિકદર તરફથી કોઈ રાજ્યહાની થઈ નહોતી.

મહારાણી કર્ણાવતી અને મોગલ બાદશાહ હિમાયું
ચિતોરગઢ, રાજસ્થાન  પર મેવાડના બહાદુર શાહએ ચડાઈ કરવાની ધમકી આપી ત્યારે ચિતોર ગઢની મહારાણી કર્ણાવતી એ પોતાના રાજ્યને બચાવવા હિમાયુંને રાખડી મોકલી અને મદદ માટે વિનંતી કરી. રાખડીનો અર્થ હિમાયું સારી રીતે જાણાતો હતો અને રાખડી અને માનેલી બહેનની વિનંતી સ્વીકારી અને બહેનના રાજ્યને હુમલાથી બચાવ્યું.

ઓગસ્ટ 16, 2008 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: