"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શાને થઈ ઘેલી !

અલી  શાને થઈ ઘેલી !
હેત વરસાવે વ્હાલા પર
ઘરતી પર જેમ  હેલી !
અલી શાને થઈ ઘેલી !

મુલાયમ  મુખપર એના ના ચુંબનનો કંઈ પાર,
નજરું લાગશે લાડકાને,  કાઢીશ નહિ કંઈ સાર!

અનુભવની ડાયરીમાંથી-
વાત કહી  તને  વે’લી,
અલી શાને થઈ ઘેલી !

ઘવડાવતાં  ઘવડાવતાં  તું  મહીં  મહીં મલકાતી,
હાથ ફરી રહ્યો શિરપર ને શેરો દૂઘડે છલકાતી.

અમીરસનું પાન કરતાં કરતાં-
મીચાઈ ગઈ આંખ વે’લી,
અલી  શાને  થઈ  ઘેલી !

ભૂલી ગઈ ખુદને મૂઈ  તને એને  રાખી  બાંઘી,
તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!

     ઢળી રહી સંઘ્યા  પેલી,
      અલી શાને  થઈ  ઘેલી !
– ચીમન પટેલ ‘ચમન’૮-૮-’૬૫

ઓગસ્ટ 23, 2008 Posted by | મને ગમતી કવિતા | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: