"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જખમો બધા આરામમાં છે.

હવાઓ  સાવ  ધીમેથી  વહો,જખમો  બધા   આરામમાં છે,
છે પતઝડ, પણ પર્ણો ના ખરો,જખમો બધા  આરામમાં છે.

હજી  તો   માંડ સમજાવ્યું હૃદયને ,ત્યાં નયન  જિદ્દ  કરે છે,
અરે! ઓ આંસુઓ,ના અવતરો,જખમો બધા આરામમાં છે.

સફરનો  થાક છે તો આંખ લાગી જાય સ્વભાવિક  છે એ તો,
અધૂરા સ્વપ્ન! પાછા ના ફરો,જખમો બધા   આરામમાં છે.

ઘડીભર   પ્યાસને   ઠેલ્યાં    કરો, મેળે  મટી જાશે  તરસ,
રહેવા  દોને , પ્યાલો  ના ધરો,જખમો બધા  આરામમાં છે.

ઊઘાડશે  પોપડાના  પોપડાઓ’પ્રેમ’ એકધારા  પછી ત્યાં,
વીતેલી વાતને  ના   કરગરો, જખમો બધા  આરામમાં છે.

-જિગર જોષી”પ્રેમ”

ઓગસ્ટ 26, 2008 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: