"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભીંત છે

બારણું  બારી  નમેલી   ભીંત  છે,
આસુંઓથી  ટકવેલી     ભીંત  છે.

એટલે  છાંયોય  ગાયબ થૈ  ગયો,
સૂર્ય સાથે  આથમેલી   ભીંત  છે.

રાતભર  રોયા  કર્યુ  છે મન મુકી,
ઓસર્યો ડૂમો, શમેલી  ભીંત  છે.

ઠોકતો   ખીલા જ જાણે  છાતીમાં,
ઘાવ  ખાલીના  ખમેલી  ભીંત છે.

છાંયડા      ફરતા  રહે   ખંડેરમાં,
કૈંક  જનમોથી  ઊભેલી   ભીંત છે.

-મનીષ પરમાર

ઓગસ્ટ 28, 2008 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: