નારી ! તું તારિણી-મીરા ભટ્ટ.
નારી એ ‘બિચારી’નથી , ‘ઓશિયાળી ‘ નથી ‘ગોણ “નથી. પાણો તો હરગીજ નથી જ નથી. એ તો એક (આગળ વાચો)..( જુન ૨૫,૨૦૦૮) ચેતના છે.
પોતાની એક સ્વતંત્ર હસ્તિ છે.એને ઉધાર જીવન જીવવાની કોઈ જરૂર નથી.અંતરમાં અખૂટ વિશ્વાસ અને આંખોમાં અદભૂત તેજ સાથે હવે એ અરીસાના પોતાના પ્રતિબિંબન કહી શકે છે કે’હું નથી ઓશિયાળી કે નથી અબળા; નથી હું અધુરી કે નથી હું એકાંગી; હું છું સ્વયંપૂર્ણા! મારું સ્વાયત્ત એકમ છે.
વર્તમાનયુગની નારી અભૂતપૂર્વ સિદ્ધિ કોઈ હોય તો તે આ છે કે એણે પોતાનું મૂળ ઠેકાણું શોધી લીધું છે. અત્યાર સુધી સમાજશાસ્ત્રીઓ, કવિઓ અને સાહિત્યકારો એને જે જે સરનામાં આપતાં રહ્યાં , તે તે સરનામે એ રઝળાતી રહી, પરંતુ ક્યારેય તે ઠામે એ ન ઠરી શકી. નિજધામે પહોંચવા માટે બીજાએ આપેલાં ઠેકાણાં કામ નર્થી લાગતાં.પોતાનું ઠામ પોતેજ શોધવું પડે છે. સ્ત્રીને હવે પોતાનું સ્વધામ.નવા યુગની નારી કદીય બેજવાબદાર ન હોય શકે.
સ્ત્રી શક્તિ જાગી છે એનો અર્થ એ નથી કે આજ થી પુરુષ જગત એના માટે મોરચે ઉભેલી શત્રુસેના બની જાય. પુરુષોનો એને ઈન્કાર કેવી રીતે હોય શકે? શું પુરુષ કે સ્ત્રી. સૂષ્ટીનાં અવિભાજ્ય અંગ છે, એ તથ્ય કેવી રીતે ભૂલી શકે ? અને ભૂલવું પણા શા માટે? સ્ત્રીને પુરુષ સામે વાંધો એ વિરોધ ન હોય શકે , પરંતુ આજ સુધી એ પુરુષને ભરોસે જીવતી રહી, હવે એનો સંકલ્પ જાગ્યો છે કે હવે એ જીવશે તો પોતાના ભરોસે જીવશે.
આમ સ્ત્રીના જીવનની આ નૂતનયાત્રા પ્રારંભિક બિન્દુ છે. અભેદમાં કોઈ ઊંચું નથી, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, છે તો માત્ર સહયાત્રા, કેવળ સહજીવન. સ્ત્રીની જાગૃત ચેતના કેવળ એના પોતાના માટે પરમ-ઉપકારક સિદ્ધિ થઈ શકશે, કારણ કે સ્ત્રીશક્તિ એ તારકશક્તિ છે.
યુગયુગાંતરથી તપી તપી ઘસાઈ ઘસાઈને ઉજજવળ થવા મથેલું આ નારીહ્ર્દય પોતાના આ આપઓળખના શુભમુર્હતે પ્રભુને આટલું જ પ્રાર્થે છે કે ,” PLEASE SHINE ON ME SO THAT I CAN REFLECT YOUR LIGHT. પ્રભુ! તારી ઉજ્જ્વળતાને મારા આ ઉઘાડતા ચહેરામાં ચમકવા દે, જેથી હું તારા પ્રકાશને પ્રતિબિંબિત કરી શકું.’
પૃથ્વી પરના લગભગ તમામ સમાજો વત્તેઓછે અંશે પુરૂષપ્રધાન રહ્યા છે અને પુરુષપ્રધાન સમાજે સ્ત્રીને અમુક દ્ર્ષ્ટીથી..( ક્રમશ)