"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેન ઠાકર’મેહુલ’

એક   રણમાંથી    વહ્યાનું     દુઃખ   છે,
લાગણી   રઝળી  પડ્યાનું     દુઃખ   છે.

હાડ   હેમાળે    ગળ્યાનું     દુઃખ  નથી,
પણ   તમે   ના    પીગળ્યાનું  દુઃખ છે.

વલ્કલે    ઢાંકી      સતીની      આબરું,
સભ્યતા   રઝળી    પડ્યાનું  દુઃખ    છે.

હાથ    ફેલાવી      લીધાં      ઓવરણા,
ટાચકાને    ના     ફૂટ્યાનું     દુઃખ   છે.

બારણાએ    વાત      આખી    સાંભળી,
ટોડલા   ફાટી     પડ્યાનું     દુ;ખ   છે.

રંક    આશાઓ     અવસ્થા      વાંઝણી,
બેઉને   ભેગા    મળ્યાનું      દુઃખ     છે.

ઓગસ્ટ 1, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: