"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શ્રેષ્ઠ મિત્ર…

મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….

માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.

આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વય્ં ભગવાન સુગંધ, સુગંધ!
(ભગવાનની એ મા તો હશે જ ને?)

-ભગવતી શર્મા
*****************************

કૃપાથી તારી મા! દિવસ ઊગતો કાવ્ય થઈને;
તમારી   ઈચ્છા એ ઉરની ધૃવપંકતિ બની રહો!
-સુરેશ દલાલ

એપ્રિલ 24, 2008 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
  બીજી મિત્રતાઓમાં
  કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
  વાળ જેવું બારીક
  પણ એકાદ કણ તો આવી જાય;
  પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….
  વાહ્
  યાદ આવ્યું
  હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
  સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
  શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
  રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 24, 2008

 2. જેણે એના અસ્તીત્વમાંથી આપણા અસ્તીત્વ ને કંડાર્યુ છે એ માં ને શત શત પ્રણામ

  ટિપ્પણી by jayeshupadhyaya | એપ્રિલ 25, 2008

 3. મા ઘસાતી રહે , મા ખરચાતી રહે.
  મા આશિર્વાદ વરસાવતી રહે.
  મા પરિવાર કાજે બલિ ચઢતી રહે.
  ‘મા’ તારા સિવાય આવું કોણ કરે?
  ” મા તું જ્યાં હો ત્યાં તુજને દંડવત પ્રણામ”

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 25, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: