"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાદગી

lady_of_shalott.jpg 

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીની મુસાફર ફાહિયાન  ભારતમાં આવ્યો હતો. ફરતાં ફરતાં તે મગધમાં જઈ ચડ્યો. મગધનું વ્યવસ્થિત  સામ્રારાજ્ય જોઈને તે આભો બની ગયો હતો.

          એને જ્યારે ખબર પડીકે  આનો નિર્માતા  ચાણક્ય છે  ત્યારે એ ચાણ્ક્યનો મહેલ શોધવા નિકળ્યો. એને એમ  હતું કે ચાણક્ય સંગે મરમરના મહેલમાં  રહેતો હોવે જોઈએ એણે  કોઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે ચાણક્ય કોઈ મહેલમાં રહેતો નથી પણ ગામની બહાર નાની ઝૂંપડીમાં રહે છે ત્યારે એક ક્ષણ માટેતો એ વાત ને  માનવા તૈયાર ન હતો. જે મગધના સૂખી સામ્રારાજ્યનો નિર્માતા હોય તે પોતે ઝૂંપડીમાં રહે? અશક્ય!!!
         બે-ત્રણ  સ્થાનેથી  ચોકક્સ નર્ણય થયા બાદ એ ચાણક્યની  ઝૂંપડી તરફ જવા રવાના થયો.આખા રસ્તામાં  એના મગજમાં  એક જ પ્રશ્ન  સાપની જેમ સળવળાતો હતો… આટલો મહાન માણસ ઝૂંપડીમાં શા માટે ? એણે  ચાણક્યને  પ્રશ્ન કર્યો ત્યારે ચાણાક્યે જે જવાબ  આપ્યો તે આજના દિલ્હીની ગાદી પર બેઠેલા સત્તાધારીઓએ  કાન ખોલીને સાંભળવા જેવો છે.

ચાણક્યે  કહ્યું..” જે દિવસે  અમાત્યો ( મંત્રીઓ) મહેલમાં રહેતા થશે તે દિવસે પ્રજાને ઝૂંપડીમાં રહેવાનું થશે. જે દિવસે મહાઆમાત્યો મહેલોની  લાલચ કરશે તે દિવસે આ સામ્રારાજ્ય તૂટી જશે.”

ફેબ્રુવારી 28, 2008 - Posted by | ટુંકીવાર્તા

3 ટિપ્પણીઓ »

 1. ચાણક્ય નિતિ તેથી જ તો આજે ૨૧મી
  સદીમાં પણ યોગ્ય રીતે લાગુ પાડી શકાય
  તેવી છે.

  ટિપ્પણી by pravinash1 | ફેબ્રુવારી 28, 2008

 2. સાવ સાચી વાત.

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 28, 2008

 3. I like this true story. I never knew about chanakya.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 29, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: