"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-રમેશ પારેખ

ramesh-images.jpg 

આપણે   આપણો   ધર્મ   સંભાળીએ,
સૂર્યને   ન્યાળીએ   ઘાવ  પંપાળીએ.

ઢાળીએ   રાતનું ઢીમ  ઘરમાં   અને,
જીવને    ઝાટકી   વાસીદું  વાળીએ.

શ્વાસ  કરતબ   કરે, જાય પાછો ફરે,
જોઈ એ  ખેલ તાળી  દઈ   તાળીએ.

વિશ્વમાં   પેસીએ,  ટેસથી  બેસીએ,
ટેસથી  આંખને , ટાંળીએ   ગાળીએ.

મૂછને  તાવ દઈ  આપણી નાવ લઈ,
રાહ  દરિયાવની   દેખીએ   જાળિએ.

ફેબ્રુવારી 25, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: