"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-ડૉ. મુકુલ ચોકસી

 reprints_qf95_l.jpg

ઐશ્વર્ય હો  અલસનું  ઉપર  તિલક  તમસનું,
ઉન્માદ   કેવું  રકિતમ છે રૂપ  આ   રજસનું.

ફડી   નથી   શકાતું   પાનું વીત્યા   વરસનું,
મનને છે   કેવું   ઘેલું આ જર્જરિત  જરસનું.

પૂર્વે  હો   પારિજાતો, પશ્ચિમમાં   પૂર્ણિમાઓ,
ચારે તરફ  હવે તો  સામ્રાજ્ય છે    સરસનું.

પેટાવો   પાંદેપાંદે  એ    તળપદા   તરન્નુમ,
બુઝાવો  ધીમે   ધીમે  એ  તાપણું    તરસનું.

કેવા અસૂર્ય  દિવસો!   કેવી અશ્યામ  રાતો,
કેવું    ઝળઝળકતું        મોંસૂઝણું    મનસનું.

Advertisements

ફેબ્રુવારી 27, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. i like this poem

    ટિપ્પણી by sushila | ફેબ્રુવારી 28, 2008

  2. સરસ ગઝલ
    આ શેર- સરસનું સામ્રાજ્ય!
    પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
    ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું.
    વા હ!
    પેટાવો પાંદેપાંદે એ તળપદા તરન્નુમ,
    બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું.
    કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો,
    કેવું ઝળઝળકતું મોંસૂઝણું મનસનું.
    અિત સૂંદર

    ટિપ્પણી by pragnaju | ફેબ્રુવારી 28, 2008

  3. મુકુલભાઈની મારી મનગમતી રચનાઓમાંની એક…

    ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 29, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s