"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પાણાનાં દૂધ

evening_of_ashoora.jpg 

એવો મુલક એક આવ્યો નપાણિયો કે
               પાણાનાં  દૂધ  પીધા.

ભૂસ્યું’તું ઝાડવાનું  નામ અહીમ ભોમે
  ને ભૂલ્યા’તા રંગ અમે લીલો,
મારગ મળ્યો ત્યાં જતો ગોરસ છૂપાવતો
   કાળી શિલાનો કબીલોઃ
મટકી શી એક  એક મુશ્કેલી ફોડીને
  દેવતાના દાન  અમે લીધા.

આભપરા ડુંગરાના ઊંચા થઈને
     ડોકાતાં  રાવણિયાં માથા,
રામજી તો રૂદિયામાં ક્યાંયે સંતાય
  એનાં ખૂટી પડે અખૂટ ભાથાં ;
એક તીર સોનાનું એવું સળવળ્યું કે
એના કિરણે કોળેલ પંથ સીધા-
આખોય પંથ અમે જોયું ન કોઈ

પણ કોઈ હતું સાથે ને સાથે.

એકબીજા  ભેરુઓની સાથે જોઈને કહ્યું;
કોનો આ હાથ હતો માથે?
કીધા ન જાય  એવા કોઈના કામણથી
કેવાં કામણ અમે કીધા!

=મકરન્દ દવે
                                                                                                                                                                                                                                                                                                                                                                                      

ફેબ્રુવારી 21, 2008 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: