"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર

poem2.jpg

સુરાલયમાં  જાશું   જરા  વાત  કરીશું,
અમસ્તી   શરાબી    મુલાકત   કરીશું.
-શેખાદમ આબુવાલા

દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય  છે    ક્યારેક વલોપાત   વગર.

આ કલા  કોઈ  શીખે  મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર  લેવાય  છે  શી રીતે  વસૂલાત  વગર.

– અમૃત ઘાયલ

પીઠમાં  મારું  માન  સતત  હાજરીથી  છે,
મસ્જીદમાં  રોજ  જા ઉં તો કોણ આવકાર દે!

આ   નાના    દર્દ   તો  થાતાં નથી  સહન,
દે, એક   મહાન  દર્દ   અને  પારવાર   દે.

એ  સૌથી  વધુ  ઉચ્ચ  તબક્કો છે મિલનનો,
કહેવાનું   ઘણું  હો  ને   કશું  યાદ ન  આવે.

છે  મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું  મુજથી   રૂઠેલો  છું , મને  કોણ  મનાવે?
-મરીઝ
 

ફેબ્રુવારી 29, 2008 Posted by | શાયરી | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: