"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-ડૉ. મુકુલ ચોકસી

 reprints_qf95_l.jpg

ઐશ્વર્ય હો  અલસનું  ઉપર  તિલક  તમસનું,
ઉન્માદ   કેવું  રકિતમ છે રૂપ  આ   રજસનું.

ફડી   નથી   શકાતું   પાનું વીત્યા   વરસનું,
મનને છે   કેવું   ઘેલું આ જર્જરિત  જરસનું.

પૂર્વે  હો   પારિજાતો, પશ્ચિમમાં   પૂર્ણિમાઓ,
ચારે તરફ  હવે તો  સામ્રાજ્ય છે    સરસનું.

પેટાવો   પાંદેપાંદે  એ    તળપદા   તરન્નુમ,
બુઝાવો  ધીમે   ધીમે  એ  તાપણું    તરસનું.

કેવા અસૂર્ય  દિવસો!   કેવી અશ્યામ  રાતો,
કેવું    ઝળઝળકતું        મોંસૂઝણું    મનસનું.

ફેબ્રુવારી 27, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: