"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે ઈચ્છયું એવું……

girl.jpg 

એક  એવું ઘર  મળે  આ  વિશ્વમાં-
જ્યાં  કશા  કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ  પણ કારણ વગર શૈશવ મળે !

એક, બસ એકજ  મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે  અજાણ્યો થઈ શકું!
‘કેમ છો’? એવું ય ના કહેવું પડે-
સાથ  એનો પંથમાં ભવભવમાં મળે!

એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!

તોય તે ના  રંજ કંઈ મનમાં રહે –
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !

-માધવ રામાનુજ

ફેબ્રુવારી 12, 2008 Posted by | ગીત, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: