લગ્નના ગીતો(ફટાણા)
“ફૂલવાડી” ના ઘણાં પ્રિય વાંચકોએ લગ્ન-વિષયના ગીતો(ફટાણા) મૂકવા અંગે વિનંતી કરી હતી અને સદભાગ્યે મને આ ગીતો પ્રાપ્ત થયાં અને,”મંડપ મુર્હત”,ગણેશમૂર્હત, મોસાળુ, પીઠી “ફેરા”, અને “કન્યા-વિદાય” વિષય ના ગીતો મૂકતા મને આન્ંદ થાય છે જો આપ સૌને ગમશે તો વધારે ગીતો જરૂર મુકીશ.
**************************************************************************************
*************************************
**********************************
*************************************
![]() |
![]() |
રોજ રોજ એવું થાય , એવું થાય કે..રમેશ પારેખ
રોજ રોજ એવું થાય, એવું થાય કે
આ ખંડમાં બારીના સળીયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું.
પ્રિયના આશ્લેષમાં પીગળી જતી
કોઈક કંપિતા તણા
લજ્જાળું ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્વંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઈ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટાળાઉં
રોમરોમથી આતુર આળોટી પડું
આખીય લીલી વેળ ઝંખેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઈ ઓચિંતી ઉડેલી દેવચકલી-શો હવામાં ફરકું-
ફરફરું…બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઉગે તોય
મારા નીડમાં
કયારે ના પાછો ફરું
કરગરી રહ્યા-કિરણ ચૌહાણ
પૂછી જૂઓ આ જાતને ક્યાં જઈ રહ્યા ? Just ask the self “where are we headed ?
કોના ઈશારે આપણે આગળ વધી રહ્યા ? on whose instance are we moving head ?
જનમોજનમના કોલ તને દઈને શું કરું ? Of what are enternal vows
જ્યાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા. when the promises made in this life lie unfulfilled.
તું લાગણીનો ખેલ ફરીથી શરું ન કર , Do not intiate this play of imotions again
રોઈ શકાય એટલા આસું નથી રહ્યા ! for no more tears have I left to shed.
હોવા છતાં જબાન કશું બોલતા નથી , They speak not though with speech favoured
ખુદના જ શબ્દ કાયમ નડી રહ્યા. who by their own words have often been deterred.
ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશે છો તમે ? That you are a part of “brahman” have you forgotten?
ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યા . such that you implore for a pinch of pleasure.
એક ગઝલ- આબિદ ભટ્ટ
શબ્દને અર્થની ખબર ક્યાં છે ?
લાશને શું ખબર,કબર ક્યાં છે ?
ધન નહિં, માત્ર તેજ કર ભેગું ,
દીવડો આપણો ક્યાં અમર છે ?
પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ ,
કાશ એવી હવે નજર ક્યાં છે ?
જ્યાં તને શોધવા ગમે કાયમ,
આજ એવું નગર ક્યાં છે ?
જોઈલો સૌ નિમગ્ન છે ખુદમાં ,
અન્યની કોઈને કયાં ફિકર છે ?
લાગણી શૂન્ય છે હૃદય સઘળાં ,
શબ્દની એટલી અસર ક્યાં છે ?
પ્રજાસત્તાક-દિન !ક્યાં કોઈ સત્તા અમારી?
કયાં કોઈ સત્તા અમારી ?
માટલા ને ખાટલા વચ્ચે ધજા ફરકાવતા,
અમો તો બાળ-નાના ખુશ થઈ મજા માણતા.
ગરીબી ક્યાં હટી છે?સ્વપ્નમાં મોજ માણતા,
ધરતી પર પથારી, આભની ચાદર ઓઢતા,
ક્યાં કોઈ સાંભળે? આંખ આડા કાન સૌ રાખતા.
કોણે ક્યું કે પ્રજાની છે સત્તા અહીં?
“જીસકે હાથમેં લકડી,ઉસીકી હુઈ ભેંસ!”
ચુપ ચાપ રહી દરીદ્ર-દેવમાં માનતા.
“ભારત મા કી જય!”
આવા નારા જોર-શોરથી લગાવી
આજની ભૂખ ભાઈ અમો ભાગતા..
એક ગઝલ-મરીઝ
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.
એક ગઝલ- અઝીઝ કાદરી
અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બે ઘર બોલવા લાગે.
સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથો સાથ પથ્થર બોલવા લાગે.
તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.
ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.
કુવો જાગી ઉઠે પાણીનું હૈયુ થનગની ઉઠે,
પરોઢે જ્યારે પણિહારીના ઝાંઝર બોલવા લાગે.
મિલનની વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.
નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે ચણતર બોલવા લાગે.
સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.
‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી સીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે?
ખોટું લગાડશો નહિ
લોકો છે , કૈં પણ ધારે તો ખોટું લગાડશો નહિ,
સાવ જ અવળું વિચારે તો ખોટું લગાડશો નહિ.
ક્યારેક તમે જાણો એ પ્હેલાં ઊંચકી પણ લેશે,
-ને માથે થી ઉતારે તો ખોટું લગાડશો નહિ.
સાવ એટૂલા પડશો જગથી,એ પણ છે એક લ્હાવો,
ઓળખશો ખૂદને ત્યારે તો ખોટું લગાડશો નહિ.
ખૂબ જ યાદ તમે કરશો ને મળશો પરિચય પણ પૂર્ણ,
એ પાસે ન હો જ્યારે, તો ખોટું લગાડશો નહિ.
ત્યારે જ મળે છે દીવો પ્રગટાવાની તક ;સુધીર’,
રહેવાનું હો અંધારે તો ખોટું લગાડશો નહિ.
-સુધીર પટેલ
સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે.
ભારત જેવા મહાન દેશમાં ‘સ્ત્રી’ને દેવી, શક્તિ અને અર્ધાગીની જેવા સરસ ઉપનામો આપવામાં આવ્યા છે પણ વાસ્ત્વિકતા કંઈક જુદી જ જોવા મળે છે.બક્ષીબાબુને સ્ત્રીઓ પ્રત્યે માટે ભરપૂર પ્રેમ હતો .તો આવો જોઈ એ બક્ષી બાબુ શું કહે છે?
સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે.
પહેલી પત્ની અને બીજી પત્નીનો એક બુનિયાદી ફર્ક એ છે કે પહેલી પત્નીને તમે ભગાડીને લઈ આવો છોઅને બીજી તમને ભગાડીને લઈ જાય છે. પહેલી પત્ની તમારી તાબેદાર હોય છે અને બીજી તમારી પહેરેદાર હોય છે.
પુરુષ મોવડી જેવા જરીપુરાણા શબ્દપ્રયોગો કરનારા ગુજરાતીઓએ જેવા એક વાતનો સંતોષ કે અસંતોષ લેવાનો છે કે ગુજરાતીઓમાં છોકરીઓએ રમતગમતના ક્ષેત્રમાં છોકરાઓ કરતાં એક હજાર ગણી સિધ્ધીઓ પ્રાપ્તી કરી છે.
એક તરફ પ્રેમકવિતાઓ છે, બીજી તરફ સ્ત્રીના પસાર થઈ ગયા પછી ફૂટેલી ડહાપણની દાઢો કચકચાવીને પુરુષે પ્રતિભાવો આપ્યા છે.
સ્ત્રીને માટે સૌંદર્ય માત્ર ચહેરામાં નહીં પણ સુરેખ શરીર સૌષ્ઠમાં છે એ ઓલિમ્પિકન રમતો જોવાથી સમજાય છે. આવાં ઉછળતાં સ્ત્રીશરીરો, હરણ જેવી ઝડપ, ચિત્તા જેવી ફલાંગ,બિલ્લી જેવો સ્પ્રીગકૂદકો, માછલી જેવી પ્રવાહિતા..
સ્ત્રીને માટે સ્વીકાર્ય થવું એ પણ સંઘર્ષ છે.
લગભગ દરેક સ્ત્રીમાં એક બચતવૃત્તિ સ્વભાવિક હોય છે, એની પાછળ કદાચ અસલામતીભાવ રહેલો છે.
સ્ત્રી ઉપભોગ્યા તરીકે પૃથ્વીના દરેક સંસ્કૃત સમાજમાં કયારેક રહી છે.
સ્ત્રીની પ્રગતિ સૂક્ષ્મ હોય છે.
સ્ત્રીના શરીર રસાયણશાસ્ત્ર જ એ પ્રકારનું છે કે એણે ગોપનીય રાખતાં શીખી લેવું પડે છ. અને રજ્સ્ત્રાવથી મેનોપોઝ સુધી દરેક તબક્કે પ્રકૃતિ સાથે સમાધાન કરતાં રહેવું પડે છે.
સ્ત્રીની કટિને કમનિય અને લચીલી કહેનારા કવિઓને સ્ત્રીના રાતભર બળી ગયેલા શરીરની ચિત્તામાંથી ગરમ અસ્થિલેવા મોકલવા જોઈએ, કટિ કે કમરનાં એ હાડકા લેવા<, જેમને અગ્નિ પણ બાળી શકતો નથી.
સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ… જેવી કહેવત શોધનાર માણાસના આખા શરીરમાં કદાચ બુધ્ધિનો કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય.
સ્ત્રીની સુખની શું વ્યાખ્યા છે, એ સ્ત્રીને સ્વય્ં ખબર હોતી નથી, અને મહાન માનસશાસ્ત્રી સિગમંડા ફ્રોયડે અભ્યાસ કર્યા પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યા નથી!
સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છેઃ રાઈટ ટુ(માય) બૉડી! મારા શરીર પર મારો અધિકાર ! અને આ અધિકારબોધનો અગ્નિ સમાજનાં બધાજ પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી દેશે.
માતૃત્વ જગતનો સૌથી સંપૂર્ણ શબ્દ છે.
ક્રમશ…
યશગાથા-ગુજરાતની
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.
આ ગુણાવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની…જય…
ભકત સુદામા અને કૃષ્ણનો મૈત્રીભાવ ભૂલાય નહીં
વૈષ્ણવજન તો તેને કહીએ, નરસૈયો વિસરાય નહીં
જયદત્ત દિગંબર ગિરનારી, જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. જય..
હિન્દુ, મુસ્લિમ, શિખ, પારસી હળી મળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યપાર કરે
જય સહજાનંદ, જય જલારામ, જય બોલો કાલિકા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.જય..
-રમેશ ગુપ્તા
તાજ મહલ-કવિઓની દ્ર્ષ્ટિએ!
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને નાદાન મજનુએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજે જેમાં પ્રેમ છે કેદી જમાનાથી
મને એ ખૂબ સૂરત પથ્થરોની જેલ જોવા દે.
-શેખાદમ આબુવાલા
સ્નેહના સૌદર્ય સામે કાળને મોહતાજ જોયો,
એકાન્ત એ યમુનાતટે યમદેવનો સુકુમાર લિહાજ જોયો.
મેં તાજ જોયો- ઉમાશંકર જોષી
તાજનું શિલ્પકાવ્ય નીરખીને,
હર્ષનાં આસું કૈક લૂછે છે;
દાદ આપે છે શાં’જહાંને સૌ,
એના શિલ્પીને કોણ પૂછે છે?
-રતિલાલ અનિલ
કોઈની યાદમાં નવતર રિવાજ જોયો છે
પ્રતિક પ્રેમનું જોયું છે, તાજ જોયો છે
કળા બતાવે નહીં બીજે એથી સર્જકનાં
જે હાથ કાપી લે એવો સમાજ જોયો છે
-શકીલ કાદરી
તાજ તેં જોયા અમારા હાલને ?
તું રડે છે મુસ્લિમોની કાલને ?
પારખી તેં કાળ કેરી ચાલને ?
ઠોકરો મારે છે જન પામાલ ને ?
-‘બેકાર’ રાંદેરી
યે ચમનજાર, યે જમના કા કિનારા, યે મહલ,
યે મુનક્કશ દરો-દિવાર, યે મહરાબ, યે તાક ,
એક શહનશાહ ને દોલત કા સંહારા લેકર,
હમ ગરીબોં કી મુહબ્બત કા ઉડાયા હૈ મજાક!
મેરી મહબૂબ કહીં ઔર મિલાકર મુઝ સે!
-સાહિર લુધાયનવી
તાજમે’લ જોઇ કહે બઘા છે આ અદભૂત !
પ્રેમ મારો ઠૂક રાયો પૈસા વિના અડઘૂત !!
– ચીમન પટેલ ‘ચમન’
કપાયેલી પતંગ!
કાપેલી કોઈની પતંગ,
અનહદ આનંદની,
ઉછળતી ઉર્મિ-ગંગા મારી.
આધારહીન પેલી કપાયેલી,
પતંગ..કંઈ લટકતી, ભટકતી,
દૂર જઈ કયાં અટકશે?
લક્ષ્મી ડોબરીયા
સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે જો,
અને માગ્યાવગર પીડા બધી, આવી મળશે જો!
કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યાં હતા એથી,
હવે તો પાનખર પણ, થૈ ગુલાબી ને ફળે છે જો.
હથેળી બંધ છે ને કાલ પણ એમાં સલામત છે,
છતાં યે બીક રાખી,’આજ’ કેવી સળવળે છે જો?
છલોછલ, બારમાસી લાગણી કેરા સરોવરમાં,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે જો.
સમયા, સંજોગ ને ગ્રહોતણાં, માંડીને વરતારા,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે જો!
-લક્ષ્મી ડોબરીયાઃ રાજકોટ નિવાસી પાચ પાચ કવિ અને કવિત્રીઓ સાથે મળી” શ્રી ગર્ઝલ” નો સંગ્રહ આપણી સાહિત્ય જગતને આપ્યો , આ નવોદિત સાહિત્યકારમાં નિનાદ અધ્યારુ , લક્ષ્મી દોબરીયા, દિનેશ કાનાણી’પાગલ’ અને છાયા ત્રિવેદી તેમજ રાજેશ મહેતા’રાજ’નો પંચ-મૂખી ચહેરા ચમક્યા છે..છાયા ત્રિવેદી તેમજ દિનેશ કાનાણીને મળવાનું સદભાગ્યા પ્રાપ્ત થયેલ. યુવાન અને ખંતિલી આ વ્યક્તિના સાહિત્ય ક્ષેત્રે આગળ વધી આપણી આવતી નવી પેઢીને નવી, નવી વાનગી પીરસતા રહે એજ શુભેચ્છા.
લક્ષ્મી ડાબેરીયા, “સમન્વય’૯, નહેરુ નગર સોસાયટી, નાના મવા રોડ, રાજકોટ-૪ દોરડે વાતું.
માણવા જેવા શે’ર
કૂંપળોએ ચીસ પાડી બાગમાં,
જ્યાં કુહાડીને ઉપાડી કોઈ એ.
આવકારો દ્વાર પર ના હોય તો,
ઉંબરો પણ લાગશે ડુંગર પછી..આબિદ ભટ્ટ
ખોરડું આખુંય ઝળહળ થઈ જશે એના પછી,
કોક ખૂણે એક દિવો તો પ્રજળતો જોઈએ.
એજ ગીતો રહી શકે છે લોકજીભે આખરે,
હાથ એ લખનારનો આખો સળગતો જોઈએ..ઉર્વીશ વસાવડા
જીભથી જે કહી શકાય નહીં,
આંખ કરશે બયાન કહેવા દે.
આમ ઉંબરેથી દૂર ના બેસો,
આપણો પ્રેમ અસ્ત થઈ જશે..એસ.એસ રાહી
વાંચવાનો તો તને બહુ શોખ છે ને?તો પછી લે આ
ગ્રંથની જેવા જ છે દળદાર મારા ઘાવ વાંચી લે..અનિલ ચાવડા
તાકી તાકી રાતોને ના જોયા કરશો,
એમાં તડકો દેખાશે તો કહેશો કોને?.ભાવેશ ભટ્ટ્
વસ્ત્ર પહેરેલી હવા નિહાળીને પવન હલમલી ગયો છે,
લાગણીનું આ નગર સોહામણું છે અને નથી પણ.
ત્યાં જશો તે પછી નહીં મન થાય , પાછા ફરવાનું,
સ્મશાન સ્થળ જ એવું રળિયામણું છે અને નથી પણ..ધૂની મંડલીયા
એક ગઝલ-લક્ષ્મી ડોબરીયા
પાંદડું બોલ્યું હતું , ફૂટવાની ક્ષણ વિશે!
સાંભળી ફૂલો હસ્યાં, ચૂંટવાની ક્ષણ વિશે!
આજ મેં ઢાળી નજર તો સમય થંભી ગયો!
શબ્દને સમજાવવા, ઘૂંટવાની ક્ષણ વિશે!
આંખમાં સપનું જરી, બેસવા આવ્યું હતું,
તો, હકીકત ચેતવે , તૂટવાની ક્ષણ વિશે!
સામસામા દોડશે એક થાવા રણ મહીં,
ઝાંઝવા જો જાણશે, ખૂટવાની ક્ષણ વિશે!
મૌનના ખડકો પછી, ઓગળી છલકી જશે?
જો ખબર પડશે તને , છૂટવાની ક્ષણ વિશે.
ગઝલ-ધીરુ મોદી
હાથ તારો જો બળે તો બોલમા,
આગને તું હાથમાં લઈ તોલમા.
વેદનાનાં મૂળ સૌ આકાશમાં,
શોધવા તું ચામડીને છોલમા.
આંખ બે -પણ એક શમણું! એમ કાં?
ભેદ જાણી જાય તો પણ બોલમા.
એક તણખો પૂરતો છે બાળવા,
રોદણાંનાં રોજ કાલા ફોલમા.
નિત્ય મીરાં ને કબીરાં હાડમા,
ગેરું -રંગી આસનેથી ડોલમા.
મુશાયરાની એક ઝલક-ઓકટોબર,૩૦,૨૦૦૫( વડોદરા)
ઝણઝણી ઊઠે હ્ર્દયના તાર કૈં કહેવાયના,
લાગવા માંડે સંબધો ભાર કૈં કહેવાયના…મકરંદ મુસાળ
સૌને પોતીકા માને છે આ માણસોને ઠાર કરો,
વ્હાલાને માટે વલખે છે આ માણસો ને ઠાર કરો..ડૉ,દીના શાહ
ફૂલ છું ને કારખાને જાવું ,
આ જુઓ અત્તર બની વેચાવ છું..મુકેશ જોષી
યાદ છે તે મૂક્યો તો કદી રેતનો એક કણ હાથમાં,
ને ખબર પણ પડી નેં કે ક્યારે રચાયો એક કણ હાથમાં.રઈશ મણિયાર
ને છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભા ઉભ મેં આખી નદી પીધી હતી..હર્ષ બ્રહ્મભટ્ટ
ફૂલની દૂકાન શોધી રાખજો,
શક્ય છે કે હું મરણ પામું અહીં..ભાગ્યેશ જહા
પેલો સૂરજ તો સાંજના આથમી જશે,
આંખોમાં મારી ઊગશે એને સલામ છે..અંકિત ત્રિવેદી
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી.રાજેશ વ્યાસ’મિસ્કિન’
હું ય જીવ્યો છું ન સમજો કે ફકત જીવ્યો છું,
શ્વાસની અટકળો વેઠીને સતત જીવ્યો છું.
ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તામાં એક પલળેલી શહેજાદી હતી.ખલીલ ધનતેજવી
એક ગઝલ-ડૉ.રશીદ મીર
ઉઠાવ્યા હાથ ને અંતે દુવા ફળી જ અહીં,
સ્વમાન લાગણી એવી કે કરગરી જ નહીં.
ભટકતી રહી ગઈ ચોમેર એ રીતે જાણે,
નજર અમારી, અમારી નજર રહી જ નહીં.
ગમી ગઈ હતી કોઈની સાદગી એવી,
નજર અમારી પછી કયાંય પણ ઠરીજ નહીં.
તમાશો થઈ ગયા લોકોની ભીડી વચ્ચે ને,
અમારી દ્ર્ષ્ટિ અમારા ઉપર પડીજ નહીં.
હજારો વૈભવો વચ્ચે ય એક લાચારી,
ફકીરી હાલમાં દુનિયા મને મળી જ નહીં.
ઉપાડી છતને ઊભી ઘરની ચાર દિવાલો,
તજીને હૂંફની છાયા કશે ગઈજ નહીં.
સહન કરી હું ગયો ‘મીર’ હસતા મોઢે જે,
વ્યથા અસલમાં એ મારી વ્યથા હતી જ નહીં.
-ડૉ.રશીદ મીર
સમય થઈ ગયો
રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.
શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.
તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.
હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.
હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.
રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.
-અઝીઝ ટંકારવી