અલગ અમ જિંદગીથી..
અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા!
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા!
નથી હોતી વંસતોની છબીમાં લ્હાણ સૌરભની;
હકીકત જેટલા સદ્ધર કદી નકશા નથી હોતા!
નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા,
તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા.
કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી;
કોઈ એવા નથી રસ્તા જે જ્યાં ખાડા નથી હોતા.
સમજપૂર્વક બધીયે ચીજની અહીંયાં સમીક્ષા કર;
નિહાળે છે જે દિનિયામાં,બધાં સ્વપ્નાં નથી હોતા!
અસરથી હોય છે વાતાવણની મુકતએ ‘દીપક’,
મહોબતનાં ગુલાબો લેશ કરમાતાં નથી હોતાં!
-‘દીપક’ બારડોલી
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા!
good thought
Lata Hirani
અસરથી હોય છે વાતાવણની મુકતએ ‘દીપક’,
મહોબતનાં ગુલાબો લેશ કરમાતાં નથી હોતાં!
વાહ ! વાહ !
આ ઝુંપડી દિપક છે ને હું તેમાંનીં વાટ !
તું જ્યોતિ બનિને આવ
એટલે જગત આખાને પ્રજ્વાળિયે !
“હું” “તું” ને આપણું પરસ્પર સાનિધ્ય…
પછી છોને પ્રકાશ રેલાય !
Dear Vishwdeepbhai,
આભાર.સરસ ગઝલ વાંચવા મળી.તમારી સેવા માટે આભાર.
સપના