"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ધરો ધીરજ

 oil_painting_poster_pf23_l

 

 

 

 

 

 

 

 

ધરો  ધીરજ વધૂ પડતો  પ્રણય  સારો      નથી   હોતો,
અતિ   વરસાદ   કૈ ખેડૂતને   પ્યારો           નથી  હોતો.

તમારા    ગર્વની   સામે     અમારી         નમ્રતા   કેવી,
ગગનમાં સૂર્યની  સામે  કદી        તારો    નથી   હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમછે ઓ દીલ,
બળીને  ભસ્મ   થનારો એ    અંગારો           નથી  હોતો.

હવે ચાલ્યા કરો ચાલ્યા  કરો  બસ   એજ       રસ્તો છે,
ત્યજાયેલા   પથિકનો   કોઈ  સથવારો       નથી હોતો.

જરી   સમજી      વિચારી   લે   પછી      હંકાર     હોડીને,
મુહબ્બતના   સમંદરને      કદી       આરો    નથી  હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો     નથી હોતો.

ઘણાં એવાય  તોફાનો  ઊઠે છે    મનની નગરી માં,
કે  જેનો   કોઈ અનસારો કે    વિસ્તારો     નથી હોતો.

ફકત દુ:ખ એજ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર  પ્રેમનો  સાગર  કદી   ખારો        નથી હોતો.

-શેખાદમ આબુવાલા

એપ્રિલ 10, 2009 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: