"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મદિરા છોડવા મારા મેં કાંડા કાપી આપ્યાં છે

couple_poster_an331

 

 

 

 

 

 

 

 

નથી જાણ્યું  અરે  આ  જિંદગી  શાને સજાવી છે,
મને  તો જિંદગીએ    હરદમ  ઠોકર   લગાવી  છે.

મદિરા  છોડવા મારા મેં  કાંડા કાપી આપ્યાં  છે,
અને   કાપેલ  હાથોએ  ફરી પ્યાલી     ઉઠાવી  છે.

હવે  ઓ  પ્રાણ બેશક થૈ અને ફરજો  હવાઓમાં,
હતી ઝેરી   હવાઓ  તે  બધી તો મે પચાવી છે.

ન  કોઈ ચાંદની  પરવા ન સૂરજની તમન્ના   છે,
ગુનાઓ થઈ શકે છે એજ ધરતી મુજને ફાવી છે.

મળે  છો સ્વપ્નમાં સાકાર ને દિવસે  વિચારોમાં,
તમે  બન્ને  રીતે   મારી     અવસ્થા    હસાવી    છે.

હંમેશાં   સાથ   દેતા  એ સિતારાઓ      ફરી બેઠા,
કહો પ્યારાં તમોએ ક્યાં નવી દુનિયાવસાવી છે.

મુસીબતમાં મને મારાં સ્વજન પણ ખૂબતાવે છે,
છતાં.મેહુલ’હજી ક્યાં કોઈને હાલત      બતાવી છે.

-સુરેન ઠાકર ‘મેહુલ’

એપ્રિલ 8, 2009 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: