આજનું કાવ્ય…શેર બજાર
આજે વિશ્વમાં ચાલતી ભયંકર આર્થિક મંદી ક્યાં સુધી રહેશે, કોને ખબર? પૈસો માનવીને પાંગળો બનાવી દે છે,માનવીને લાચાર બનાવી દે છે..મજબુર બની માનવી ન કરવાના કામ કરી બેઠે!આ મંદીએ વિશ્વમાં કેટલાયે માનવીની જાન લીધી છે!માનવી પૈસા વગર જીવી શકે ખરો? કવિ”મુસાફીર’ શું કહે છે?
શેરબજાર હસાવે, રડાવે, ચડાવે, પડાવે, ગબડાવે,
કોઈ અભાગીયાને ચૌદમેં માળથીએ કૂદાવે કે પંખે લટકાવે.
ક્યારેક કલાર્કમાંથી કોઈને કરોડપતિ બનાવે,
તો ઘણાંને કરોડપતિમાંથી રોડપતિ બનાવે.
કોઈને ચાલીમાંથી મઢુલીમાં મહાલતા બનાવે,
તો ઘણાંને મેન્શનમાંથી ટેન્શનમાં લાવે.
લેહમેને તો આખી દુનિયાની લગાડી દીધી વાટ,
ઘરડાઓને પણ ન છોડ્યા, રડાવીને કરાવી દીધો કકળાટ.
મુકયાતા મ્યુચ્ચુય ફંડમાં, કે પાછળની જિંદગી સુધારીશું,
લાખના થઈ ગયા બારહજાર, કોને ખબર હતી કે ધોવાઈ જઈશું.
ધંધા થયા પાંગળા, અસંખ્યનાં જોબ ગયા, ઘર ગયા.
પૈસા કમાવાની આંધળી દોડમાં , સંસારમાં કાળા વાદળ છવાયા.
ગાડરીયો પ્રવાહ જોઈને, મુસાફીર’ને વિચાર થાય.