"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પુસ્તક મિત્ર છે..

Book-Worm

પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ
જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

-રાજેશ વ્યાસ’મિસ્કીન
સૌજન્ય” ઉદ્દેશ”

મે 29, 2009 Posted by | મને ગમતી કવિતા | 9 ટિપ્પણીઓ

બાળમાતા!

375px-The_Child_Mother

‘મૉમ,I can not sleep…’લેખાએ એની મમ્મી રૂપાનો  બેડરુમનો ડોર ખખડાવ્યો..’OK બેટી, Come to my room, door is open'( બેટી,રુમ ખુલ્લોજ છે, અંદર આવતી રહે).’Thank you mom..I love you mom..(આભાર મમ્મી..તું મને બહું  ગમે છે).’મૉમ, એક પ્રશ્ન પુછું? મારા ડેડ ક્યાં છે?’ ‘બેટી,મને ખબરજ છે કે તું આ  પ્રશ્ન પુછવાની છે અને  વર્ષોથી આજ પ્રશ્ન પુછતી આવી છો..હવે બેટી તું તેર વર્ષની થઈ, તારી પાસે કોઈ વાત છુપાવાનો અર્થ નથી..You have father but beti you do not have dad!!(જન્મ આપનાર પિતા છે..પાલનહાર કે લાડલડાવનાર પિતાજી નથી).Mom, How come?( એ કેવી રીતે?)..

                      બેટી, તેર વર્ષ પહેલાંની વાત છે. હું માત્ર તારી ઉંમરની હતી.મારા  મધર-ફાધર બન્નેને પોતાનો કન્વીનન્સ સ્ટોર હતો. એમનો સ્ટોર પર થી આવવાનો કોઈ સમય નક્કી ના હોય અને તે દિવસે શીકાગોમાં ભારે સ્નો પડ્યો હતો, રસ્તાઓ બંધ હતાં, ટ્રાફીક ચારે બાજું જામ અને હું ઘેર એકલી હતી. મારી મૉમનો ફોન આવ્યો :’બેટી સ્નો બહું પડે છે અને અમુક રસ્તાઓ બંધ છે એટલ ઘેર આવતા બે થી ત્રણ કલાક નિકળી જશે તો તું તારી રીતે જમીને સુઈ જજે’Just lock all the  doors..(બધા બારી બારણાં  બંધ કરી દેજે)’.ઘરમાં બોર થઈ ગઈ!શું કરૂ? અમારા પડોશમાં રહેતાં રૉબર્ટને મેં ફોન કર્યો..કહ્યું’I am getting bored..my mom & dad are not coming for while..( હું બોર થાવ છું ..મારી મમ્મી  અને પપ્પા લાબાં સમય સુધી આવવાના નથી)..રોબર્ટ મારી કલાસમાં સાથે હતો. એ આવ્યો.થોડી વાતો થઈ,સાથે કોમ્પુટર  ગેઈમ રમ્યા.પણ એજ સાંજે મેં એક ભુલ કરી.જે ટીન-એઈજ(Teen age)છોકરા કરતાં હોય છે..’Mom !’  યસ બેટી, મેં મમ્મી અને પપ્પા લડશે એ બીકે એમને મેં કશું કીધું નહીં..ત્રણ મહિના ચાલ્યા ગયાં..મેં રૉબર્ટને કહ્યું..મમ્મીની ગેર-હાજરીમાં ઘેર બેઠાં યુરીન-ટેસ્ટ કર્યો..”Possitive”..’Lekha, you are pregnant!(લેખા તને બેબી આવવાની છે) હું  પોક મુકી રડી પડી. હવે શું? મારું શરીર હેવી હતું તેથી શરીર પરથી કોઈ કહી ના શકે કે I was pregnant. મેં બીતા બીતા મમ્મીને કહ્યું.’.Mom..I am pregnant’..’What did you say? are you crazy? no way…(તું શું કહે છે ?ગાંડી થઈ છો? હું માનતી નથી)..’મમ્મીએ મને લડી કાઢી..પણ મને ગળે લગાડી, મેં બધી હકીકત કહીં..’Mom, your Mom is great(‘મમ્મી, તારી મમ્મી મહાન કહેવાય’)..લેખા વચ્ચે બોલી.. ‘યસ બેટી, મારી મમ્મી બહુજ સમજું અને પ્રેમાળ છે.એકજ વાતમાં એ જક્કી અને  ધર્મ-ચુસ્ત છે..સ્કુલ અને એક બે નજીકના અંકલે કહ્યું કે આટલી નાની ઉંમરે બેબી ન રખાય.એબોરશન કરાવી લો! નહી તો છોકરીની લાઈફ બગડી જશે. આપણાં સમાજમાં એને કોઈ સ્વિકારશે નહી..પણ મમ્મી મક્ક્મ હતી કે હું એબૉરશનમાં માનતી નથી…જીવ હત્યામાં માનતી નથી.. જે કપરી પરિસ્થિતિ આવશે એનો સામનો હું કરી લઈશ.અને હું બાળ-માતા બની!બેટી મારે પણ ઘણી પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો. હું હાઈસ્કુલમાં હતી, પ્રિન્સીપલ અને ટીચરે મને ઘણી મદદ કરી..તબિયતને કારણે સ્કૂલે વહેલી મોડી જાવતો એ ચલાવી લેતા તેમજ મને કૉન્સીલર આપવામાં આવતા જે મને મારી પરિસ્થિતીની ઉંડી સમજ આપતાં..’મૉમ, તે એબોરશન કરાવ્યું હોત તો હું આ દુનિયામાં નહોત!” સાચી વાત છે બેટી..પણ મારે ઘણીજ સામાજીક, Personal,વ્યવારિક સ્થિતીનો સામનો કરવો પડ્યો..મારી મમ્મી-પપ્પાએ આપણાં સમાજમાં મારા લગ્ન બાબતમાં સગા-સંબંધીઓને કહ્યું પણ કોઈ..મને સ્વીકારવાંજ તૈયાર નહી..માત્ર મીઠી, મીઠી વાતો..’ચિંતા કરતા નહી બધું જ ઠેકાણે પડી જશે.તમારી દિકરીને કોઈ સારું પાત્ર મળી જશે!’..બેટી હું ભણી..સોસ્યોલોજીમાં માસ્ટર કર્યું..ટીચર બની, સૉસીયલ  વર્કર તરીકે “Teen age pragnancy awareness” સમજ આપું છું.ક્લાસ તેમજ જુદી જુદી સ્કૂલમાં જઈ ટીન-એઈજ(Teen age) બાળા સાથે બેસી આ વાતો ઉંડાણમાં સમજાવું છું.
                  
                                     ‘બેટી! રાત્રીના બાર વાગી ગયા છે..let’s sleep! લેખા મમ્મીને ગળે વળગી બોલી..મૉમ! Your are great! I do not need a dad..and I do not need to know, who is my dad!( મૉમ, તું મહાન છે..મારે કોઈ પિતાની જરુર નથી..મારો પિતા કોણ છે એ મારે જાણવાની  ઈચ્છા પણ નથી)..You are my angel( તું જ મારી ભગવાન છો!)..મા-દિકરી બન્ને એક બીજાને વળગી પડ્યાં,,નિદ્રા-દેવી પણ ખુશ થઈ બન્નેને પોતાની બાહુંમાં લઈ લીધા!

મે 27, 2009 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

શું કરું?

0,0,215,18941,407,620,cfbb4a49

ખૂબ  લંબાતી  જતી  મારી  ક્ષણોને      શું કરું?
ઘાતકી, કાતિલ થતી સાચી ક્ષણોને  શું કરું?

શું  કરું  તારી  ગલીને?       શું  કરું     શહેરને?
આ છબીમાં લાગતી તાજી ક્ષણોને    શું કરું?

આમ પાછળ જોઈ મેં પથ્થર બનાવી છે તને,
એ પછી  હિસ્સે        રહી  બાકી   ક્ષણોને  શું કરું?
એક-બે અપરાધની તો કોઈ પણ આપે ક્ષમા
તેં મને આપેલ અપરાધી  ક્ષણોને       શું કરું?

એક માણસ કેમનો ‘ઈર્શાદ’   પડછાયો થયો?
સૂર્યને   પૂછો  નહીં   કાળી       ક્ષણોને  શું કરું?

-ચિનુ  મોદી

મે 26, 2009 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

અમેરિકન-ગુજરાતણ..પતિને..

Img_5265

(અમેરિકન-ગુજરાતણને પરણતા પહેલાનીચેની શરત માનવા તૈયાર રહેજો)
ડીશ,લૉન્ડ્રી ને ગારબેજ કરવાના તારે,
રોજ ઉઠી, ચા-નાસ્તો     કરવાના  તારે.

છોકરાને     ડે-કેરમાં મુકવાના       તારે,
ડાયપર      કાયમ   બદલાવાના   તારે.

ઘેર આવી રસોઈ, બનાવવાની   તારે,
બેડ-બનાવી,ચાદર પાથરવાની   તારે.

પે-ચેક, કાયમ મને આપવાનો   તારે,
ગ્રોસરી-ગામમાંથી    લાવવાની   તારે.

યાર્ડનું  કામ  કાયમ  કરવાનું       તારે,
વીકલી-વેક્યુમ  બસ કરવાનું      તારે.

‘લેડીઝ પહેલી’નિયમ પાળવાનો  તારે.
‘હું છું ઘરની બોસ’ એ માનવાનું  તારે.

મે 23, 2009 Posted by | સ્વરચિત રચના, હસો અને હસાવો!! | 3 ટિપ્પણીઓ

મન..

lovehnr2
મારતું,તારતું,રજળતું ,ભાન-શાન ભુલાવતું મન,
હરતું ,ફરતું,ચરતું,    માયા-જાળમાં ફસાવતું મન.

માન-પાન ભુલાવતું,સારા સંસારને ઠગાવતું મન,
શાંતી-ક્રાંતી લાવતું,    જીવ-શીવને મેળાવતું મન.

સાધુ યા સંત,સજજ્નને સાણસામાં ફસાવતું મન,
ઝેર યા અમરત,દેવોને       દાનવને લડાવતું મન.

વેર કરે, ઝેર કરે,મંગળ-અમંગળને બજાવતું મન,
લડે છે, ઝગડે છે,રાત્રીના ઉજાગરા કરાવતું મન.

મારતું ને જીવાડતું,માયા-ઝાળમાં વિટળાતું મન;
ઠારતું હારતું, અનોખા        બંધોનોમાં જકડતું મન.

સ્વર્ગ છે,નર્ક છે,સિક્કાની બે બાજું નું નામ છે મન,
દીપ છે,રેખાછે,     સુખી સંસારને સમજે સાચુ મન!

મે 21, 2009 Posted by | સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

છેડછાડ-‘નાઝિર’દેખૈયા

32203-waterhouse_boreas_small

બિન્દુ ઝાકળનાં , ન કરજો કંઈ સુમનની છેડછાડ;
આંસુઓ  શીખી  જશે  કરતાં    નયનની   છેડછાડ.

ખૂબ  કીધી’તી  તમે   એના  જીવનની  છેડછાડ;
લાશને    ઢાંકો   હવે   છોડો    કફનની  છેડછાડ.

એ  વીતેલા  સહુ   પ્રસંગોની   મજા   લેવા ફરી;
મારે ખુદ  કરવી  પડી  મારા  જ મનની છેડછાડ.

કંટકોએ  વીફરી  પાલવ   ચીરી  નાખ્યો   તુરત;
મેં  હજુ  કીધી  જરા  એના   સુમનની  છેડછાડ.

એમની  આદત   મુજબ  ઠોકર   લગાવી  કબ્રને;
હું તો સમજ્યો’તો કે છૂટી પ્રિયજનની   છેડછાડ.

છે નજીવું  કિન્તુ  આકાંક્ષા તો ‘નાઝિર’જોઈલો ;
આજ રજકણ  જાય છે  કરવા ગગનની  છેડછાડ.

મે 20, 2009 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

આવી સરિતા!

six_tama_rivers_1835_06
પહાડી પિતાની વિદાય લઈ,
એ તો નિસરી નર્મળ જળભરી,
નાચતી-કુદતી હરખતી
ધરતી ખોળો ખુંદતી સરિતા.

હર્ષઘેલી,હરણફાળ ભરતી,
વન-વન ઘુમતી,
ગોરીની ગાગર છલકાવતી
ગામ પાદરે વહીજતી સરિતા.

સુંદર-શોહામણી ,
કન્યા-કુંવારી, લાગતી લોભામણી,
જોબન છલકાવતી,
મધુરા સ્વપ્ન શણગારતી સરિતા.

આવી ઊભી અર્ચ દઈ,
હળી મળી , ભળી ગઈ,
ખારી,ખારી બની ગઈ..
ના કોઈ ફરિયાદ! આવી સરિતા!

મે 19, 2009 Posted by | સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

મનહર મોદી સાહેબના જાણીતા શે’ર..

love_painting_PF28_l 

દિલ તમોને   આપતાં આપી દીધું,
પામતાં    પાછું  અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી    કેટલું    કાપી લીધું?

હમણાં જ આવશે એ, હમણાં પધારશે એ
મુજ નામઠામ તેઓ હમણાં  પૂછી ગયાં છે.

હૃદય મારું માટીનું કૂંડું   થયું છે,
ફૂલો જેમ એમાં કોઈની નજર છે.

સૂરાલય પછીથી હું   શું કામ  શોધું?
તમે પીધો એની મને પણ અસર છે.

હું   નથી   ને હું જ ખેચું ને વળી ખેંચાઉ છું,
શબ્દ મારા હાથ-પગ છે શબ્દ મારું જોર છે.

આપનું નામ આપ  જાણો છો?
આપનું કામ આપ   જાણો છો?
આંખમાં    રંગ ઉડાડયો તો છે,
એનું પરિણામ આપ જણો છો?

મને ચાહ્યા કરે છે કોણ મારાથી અલગ રહીને?
મને તાક્યા કરે છે કોણ  આવું  આરસીમાંથી?

હું સતત વહેતો પ્રવાહી ખ્યાલ છું,
જો મને   પકડી બતાવો તો ખરું?

મે 18, 2009 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

ભારતની મુલાકાત દરમ્યાનના…”અનુભવના ઓઢણ”

mhb_000 
              નિવૃતી બાદ અવારનવાર મા-ભોમની મુલાકાત લેવાનું મન થાય. ભારતદેશ એટલે પ્રાચીન દેશ જ્યાં આપણી જુની સંસ્કૃતીના દર્શન થાય,ભારત દેશ એટલો મોટો છે કે વર્ષો ત્યા રહ્યાં છતાં ભારતમાં જોવા લાયક સ્થળોની મુલાકાત લેવાણી ના હોય તે સ્વભાવિક છે.આ વખતે કાઠિયાવાડ અને દક્ષિણ-ભારતની મુલાકાત લીધી.દક્ષિણ-ભારત પણ ભવ્ય છે. છેક કન્યાકુમારી સુધી જ્યા ત્રણ સમુદંરનું મિલન જોઈ હૃદય અને મન પ્રફુલ્લિત થઈ જાય!

             એ સ્વાભાવિક છે કે મુસાફરી દરમ્યાન બદલતા વાતાવરણ, ખોરાક કારણે તબિયત નરમ પડી જાય. અમારી ભાવનગરની મુલાકાત દરમ્યાન  ખાસી, શર્દી, શૉર-થ્રોટ  વધી ગયો અને ડૉકટરને બતાવી યોગ્ય સારવાર કરવાની જરૂરિયાત લાગી.મિત્રોની ભલામણથી એક ડોકટરને ત્યાં ગયાં. બહાર બૉર્ડ પર લખેલ હતું..”USA RETURN..” ડોકટર સાહેબની ઉંમર હશે ૬૫ ઉપરની..”યુ.એસ.એ થી આવ્યા છો? ” “હા સાહેબ, મુસાફરી દરમ્યાન ધુમાડા, ધુળ ના વાતાવરણમાં થોડી તબિયત નરમ પડી ગઈ છે” સામાન્યરીતે અમારી હેલ્થની હિસ્ટ્રી પૂછી..મેં કહ્યું કે “We are good in health and we do not have any major problem” છતાં એ ડૉકટર સાહેબ બોલ્યા કે મારે તમારું બ્લડ, યુરીન,એક્સરે લેવો પડશે પછીજ નિદાન થઈ શકે મે કીધું સાહેબ આ સામાન્ય ખાસી-ઉધરસ અને ગળું છોલાય છે એમાં આટલા બધાં ટેસ્ટ! “ના મારે આ ટેસ્ટતો કરવાંજ પડે”..ક્યાં અહીં આવી ભરાણાં? એવું અમો બન્ને ને થયું..જેની નાડ ડૉકટરના હાથમાં એ બિચારા દર્દી શું કરે? OK sir.. અમોને થોડીવાર રાહ જોવાનું કહ્યું..એની કલિનિકમાંજ નાની લેબ હતી…જ્યાં જરાય પણ ચોખાઈ નહીં!..અમોને યુરીન-ટેસ્ટ માટે એક પ્લાસ્ટીકનો કપ( જે ચાની લારીવાળા એવાંજ પ્લાસ્ટીક કપમાં ચા આપતાં હોય) ત્યારબાદ એક્સરે મશીન પાસે ૧૦ દર્દી ઉભા હતાં અમોને ઉભા રાખ્યાં..વારો આવ્યો.આ મશીનમાં ઉભા રહો..”શ્વાસ અધ્ધર લો..રોકો..જાવ” ટેસ્ટ પુરો!!!એકજ મિનિટમાં..બાદ બ્લડ ટેસ્ટ, આ ટેસ્ટ આપતાં  ગભરાયા! કોઈ જાતની સ્વછતા જેવા ન મળે! વાપરેલી સિરિન્જનો ઉપયોગ કરશે તો! લેબ-ટેકનિસિયને નવું પેકેજ ખોલ્યું અને હાશ થઈ! ટેસ્ટ પુરો થયો..”રિઝલ્ટ આવે ત્યાં સુધી થોડીવાર બેસો”.. દસ મિનિટ પણ નહી થઈ હોય ને ડૉકટર સાહેબે બોલાવ્યાં..તમારા બન્નેનું લેબ-ટેસ્ટ આવી ગયો છે..’તમોને કશું નથી..Everthing is normal..માત્ર  વાતાવરણની અસર છે”…અમો મનમાં બોલ્યા..અમોને પણ ખબર છે કે ” અમોને કશું નથી”..બીલ આપ્યું..૧૨૦૦ રુપિયા..સાથો સાથ બન્નેને ૬, છ જાતની દવા લખી આપી કહ્યું.”બાજુંમાં મેડીકલ સ્ટોર છે દવા લઈ મને બતાવી જાવ કે બધી દવા બરાબર છે…”OK..THANK YOU SIR..” બાજુંના મેડીકલ સ્ટોરમાંથી મેડીસીન લીધી..રુપિયા..૧૨૩૦નું બીલ થયું…દવા બતાવી..ઘેર ગયાં…લાગ્યું..”એન.આર.આઈ (NRI)છે ધુતો..લુંટાઈ ગયાં!!” એક મિત્રે કહ્યું કે તમો કોઈ મેડીકલ સ્ટોરમાં જઈ કહ્યું હોત કે અમને ખાસી,શર્દી છે તો તમને એન્ટી-બાયોટીક આપે અને બધુ મટી  જાત,,આ ડોકટર ફોરેનર્સ જાણી તમને ધુતી ગયાં..ઉપરાંત ડૉકટરને મેડીકલ સ્ટોર સાથે પણ કનેકશન હોય છે તેમાં પણ્ તેનું કમીશન!!!શું કરીએ મજબુરીનો ગેરલાભ..

   બીજો અનુભવ દક્ષિણ-ભારતના પ્રવાસ દરમ્યાન…પ્રવાસની બસ હતી,બસમાં અમારી સાથે આપણાં ઘણાં ગુજરાતી કુટુંબો પ્રવાસ કરી રહ્યા હતાં..મારી પત્નિના સન-ગ્લાસ ખોવાઈ ગયાં એટલે
ઊટીમાં અમારી બસ એક  જગ્યાએ ચા-નાસ્તા માટે ઉભી રહી. એક સેલ્સ-મેન(ફેરીયો) સન-ગ્લાસ વેંચતો હતો..મારે પત્નિએ ભાવ પુછ્યાં..પ્લાસ્ટીક સન-ગ્લાસના ૨૫૦ રુપિઆ અને ગ્લાસના ૩૫૦ રુપિયા.આપણને ખબર હોય કે અહીયા ભાવ ઓછા-વત્તા કરવાંજ પડે..તેમાંએ ફેરિયા પાસે તો ખાસ!આપણે ઓછામાં ઓછા કેટલાં કરાવી શકી એ? મેં કહ્યું કે થોડા ઓછા કર..ઓકે! સાહેબ ગ્લાસના
૨૫૦ રુપિઆ આપો..મેં કીધું  પણ વધારે કહેવાય..સાહેબ! ૨૦૦તો મારી પડ્તર કિંમત છે..આ અમારા ગરીબ-માણસની કમાણીને રોટી છે! શું દયા ખાવી કે ભાવ-તાલ કરવા? અમારી સાથે એક ગુજરાતી બહેન હતાં તેણે કહ્યું કે ૫૦ રુપિયાથી એક પૈસો પણ્ વધારે ના આપતાં  અને ૫૦માં પણ એ પચ્ચીસતો જરુર બનાવશે…ફેરિયાને ૫૦ની માંગણી કરી..’ના સાહેબ …મને ના પોસાય!.અમોએ ખરીદવાની ના પાડી.. એ દશ મિનિટ અમારી આસપાસ રહ્યો..ખરીદવા માટે..આજીજી..વિનંતી..ભાવો..ઓછા કરતો રહ્યો…અમારી બસ ઉપડવાની તૈયારી હતી અમો બસમાં ચઢી ગયાં..બસની બારી પાસે આવી ઉભો રહ્યો…”સાહેબ તમે ખુશ..૫૦ આપી દો…બસની બારીમાંથી ૫૦ આપી સન-ગ્લાસ ખરીદ્યા..”સાહેબ,આ દિવસની પહેલી બોણી છે ૧૦તો વધારે બોણીના આપો? પત્નિએ બોણીના ૧૦ આપ્યા..અમારી બસ ઉપડી…વિચાર કરતાં હતાં  આપણે ભાવ-તાલ કરી, કરીને કેટલાં ભાવ-તાલ કરીએ..૫૦ટકા ઓછા!!આતો  સાતથી આઠ ઘણાં ભાવ!જો કોઈ ફોરેનર્સ માંગ્યા ભાવ આપી દે તો સાતસો ટકા નફ્ફો!!જો કે ઘણીવાર અમોને લાગે કે અમોને વસ્તું સારી કિંમતે મળી છે પણ ઘેર આવી એ અને સંબંધીને પુછીએ ત્યારે ખબર પડે કે આપણે છેતરાઈ ગયાં છીએ..ઘણી “FIX RATE” વાળી દુકાનોમાં પણ ભાવ-તાલ તો થતાંજ  હોય છે..NRI..ગ્રાહક આવે એટલે…ઠંડા ડ્રીન્ક્સ..કૉફી..ચા..વિગેરે આવવાં માંડે..કોના ખર્ચે????

મે 16, 2009 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | Leave a comment

“બાપુજી”

1467_pp 
 

મહેશ,’Congratulation for your new home..યાર, ઘર બહુંજ સરસ અને આલીશાન છે.કેટલાં બેડરુમ છે?” ‘છ બેડરુમ.. wow! હાઉસની કિંમત ઓછામાં ઓછી દોઢ મિલિયન ડોલર્સ તો હશે જ? ‘હા, યાર..’ તે HOUSE WARMING PARTY પણ ભવ્ય રાખી છે..કેટલા ગેસ્ટ બોલાવ્યા છે? તને તો ખબર છે કે મારે હ્યુસ્ટનમાં બહું મોટું  ગ્રૂપ છે એટલે બે ભાગમાં પાર્ટીનું આયોજન કર્યું છે..આજે ૧૦૦ ગેસ્ટ છે અને બીજા ગ્રૂપ વખતે પણ ૧૦૦ જેટલાતો ગેસ્ટ થઈ જશે અને બન્ને વખતે બસ બહારથીજ ખાવાનો ઓર્ડર આપી દીધો છે એટલે તારા ભાભીને શાંતી!’ મહેશ, એક પ્રાયવેટ કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતો અને છેલ્લા પચ્ચીસ વરસથી હ્યુસ્ટનમાં સ્થાઈ થયો છે. શાલીન, એનો દીકરો ચૌદ વરસનો છે પણ ભણવામાં એક નંબરનો હોશિયાર અને નાનપણથી મહેશના પિતા જે અમદાવાદમાં  કલેકટર હતાં અને  નિવૃત થઈ અહીં અમેરિકા આવી ગયાં તેમના ઉછેર નીચે મોટો થયો છે.મારે મહેશ સાથે છેલ્લા વીસ વર્ષથી ફ્રેન્ડશીપ છે..મહેશના પિતાને હું “બાપુજી” કહું છું. એમની સાથે વાતો કરવાની મજા આવે, એમના ભૂતકાળના અનુભવો જાણવાની મને ઘણીજ  ઈન્તેજારી રહેતી, એમની પાસે ઘણું જાણવા મળતું. બાપુજી, ભારતિય સિનિયર સીટીઝન કેન્દ્રના એક વખત પ્રમૂખ પણ હતાં , સારા કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃતીનું આયોજન કરતાં.
                   શાલીન પણ કહેતો કે “હું ભણવામાં હોશિયાર છું..Thank to my grand-paa..’ મને હોમ વર્કમાં, સ્કુલ પ્રોજેકટમાં બહુંજ મદદ કરી છે.I love my grand-paa, he is the best..સાયન્સ અને મેડીકલ-ટેકનોલોજી પ્રોજેક્ટમાં પહેલો અને બીજો નંબર આવ્યો..Thanks to grand-pa..”

                  પાર્ટીમાં બધા ગેસ્ટ આવવાં લાગ્યાં.. જાત જાતનાં ડ્રીન્કસ, એપેટાઈઝરમાં સમોસા, કટલસ, મુગલાઈ ચીકન..ફ્રૂટ્સ..સલાડ,પંદર જેટલી વાનગી હશે..મે પુછ્યું..’મહેશ..બાપુજી કેમ નથી દેખાતા?’..”એ શિકાગો ગયાં છે..મારા નાનાભાઈને ત્યાં..”એસી વરસની ઉંમરે એ ટ્રાવેલ કરી શકે છે?” “હા..એર-હોસ્ટેસની મદદથી વાંધો નહી આવે..

                 નીચે બન્ને બાથરુમ બીઝી હતા એટલે હું ઉપર ગયો..નવું ઘર હતું એટલે થોડો અજાણો! મહેશનો ઉપરનો માળ પણ ભવ્ય હતો..hall-way માં જતો હતો ત્યાં મેં જોર જોરથી ઉધરસનો અવાજ સાંભળ્યો.. જોયું તો..”બાપૂજી” હતાં..આલિશાન, મહેલ જેવા હાઉસના એક કોર્નરના રૂમમાં..શાહજહા નજર કેદમાં!!

મે 15, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

મા-ભાષા ગુજરાતી

 image10
કેવી રીતે ગુજરાતી પર જાગે        ભીના ભાવ?
સાથે બેસી હજી વિચારો…વધુ ન ગોથાં   ખાવ!

‘બા’બોલ્યા’તા પહેલું-વહેલું દૂધિયું એ   ભાષામાં
હાલરડાં ને ગીત-કથા  વિસરાયાં  કઈ આશામાં?
કાગળ-ફોન ને ઈન્ટરનેટ પર ગુજરાતી છલકાવ.
                      કેવી રીતે…

બાવળ-લીમડાનું દાતણ ક્યાં છે? કૉલગેટ પાછળ ઘેલા..
છાશ    વિસારી, ચા   છે પ્યારી,    ગુટખા     કેરા     ચેલા !
ચીકી     ભૂલ્યાં,     ચ્યૂઈંગ ગમ   કાં? સહેજ તમે શરમાવ!
                          સાથે બેસી…

માતા કરતાં માસી વહાલી, અંગ્રેજી કામણગારી !
મા-ભાષા  છેક    હડસેલાઈ..   કેવી દુનિયાદારી !
કયારેક   તો    ભૈ   ગુજરાતીમાં મન મૂકી હરખાવ!
                      કેવી રીતે…

-બકુલેશ દેસાઈ

મે 15, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

પલળે છે-ભગવતીકુમાર શર્મા

paint6

પડેલું   ઉમ્બરે  નોંધારું એ  અખબાર     પલળે  છે;
સમાચારોની  રાતી  ઝાંયનો  શણગાર  પલળે છે.

ચઢેલાં  પૂર તો  ઊતરી ગયાં આખા  નગરમાંથી;
હજી  એક   ખોરડું એકાકી ને   બિસ્માર   પલળે છે.

રુદન સવપ્ને થયું’તું ને સવાર ઊગી ગઈ ભીની;
નયન છે સાવ કોરાં, ઓશીકાની ધાર   પલળે છે.

હવે નળિયાં  ઉપર સોનેરી તડકો  ઊતરી આવ્યો;
ફરકતી ચકલીનાં પીછાંઓની ઝબકાર  પલળે છે.

બધી  છત્રી  ધકેલાઈ  ગઈ  છે માળિયા   ઉપર;
અટૂલા તાનપૂરા પર    મિયાંમલ્હાર  પલળે છે.

મે 14, 2009 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

ગુજરાતી…

m005

“જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં સદાકાળ ગુજરાત.”
વાત સાચી ભાઈ..

 
જ્યાં મળે ચાર ગુજરાતી..
ઈગ્લીશમાં વાતો થાય.
વાત સાચી ભાઈ..

ગુજરાતીના લોકમેળામાં
ઈગ્લીશમાં ભાષણો થાય,
વાત સાચી ભાઈ..

જ્યાં મળે ચાર ચાઈનીઝ,
ચાઈનીઝમાં વાતો થાય,
વાત સાચી ભાઈ..

પરદેશમાં રહેતાં ગુજરાતીની એકતાંની વાત કરીએ તો જરુર એકતા જોવા મળે! પણ આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ ત્યારે આપણે ઘણાં છીન્ન્ભીન્ન થયા ગયાં છીએ! ઘણી પાર્ટીઓ, ધાર્મિક સ્થળો  તેમજ મિત્રોને મળવાનું થાય ત્યારે લાગે કે આપણે આપણી માતૃભાષાને સંપૂર્ણ ભુલી ગયાં છીએ.લગ્નનો પ્રસંગ હોય અને સાંજે રિસેપ્સન હોય તેમાં ૯૦% હાજરી ગુજરાતી ભાઈ-બહેનોની હોય પણ પાર્ટીની શરુયાતજ ઈગ્લીશથી થાય અને જેના ઘેર લગ્ન હોય તે પણ ગુજરાતી જ હોય છતાં . જે દિકરી કે દીકરાના લગ્ન થતાં હોય તેનો પરિચય કે એના વિશે કઈ સારા શબ્દ બોલવાના હોય તે પણ સંપૂર્ણે ઈગ્લીશમાંજ બોલવામાં આવે, આભારવિધી પણ ઈગ્લીશમાંજ.આપણને એવું લાગે કે કોઈને પણ ગુજરાતી નહીં આવડતું હોય! મોટા ભાગનાં પાર્ટીમાં બેઠેલાં ગુજરાતીઓ પણ ઈગ્લીશમાં જ વાતો કરતાં હોય! શું ઈગ્લીશમાંજ બોલવાથી આપને બીજી વ્યક્તીને સારી છાપ પાડી શકીએ?  અથવા ગુજરાતી પાર્ટીમાં સંપૂર્ણ ઈગ્લીશમાં  બોલાવાથી બીજી વ્યક્તિને લાગે કે આપણે બહું સારા ભણેલા-ગણેલાં છીએ? હા!આપણે પરદેશમાં છીએ તો જોબમાં ઈગ્લીશ બોલવું એ જરુર છે તેમજ અહીંની અમેરિકન સોસાયટીમાં પણ જરુરી છે પણ આપને જ્યારે જ્યારે ગુજરાતીઓ મળીએ ત્યારે શું? બે ગુજરાતી મળે , બન્ને ગુજરાતી જાણતાં હોય છતાં પણ સામાન્ય ચર્ચા કે સામાજીક ચર્ચા  એ ઈગ્લીશમાં જ કરતાં હોય , શામાટે? હું પોતે ચાઈનીઝ, વિયેટનામી મિત્રોના ત્યાં મેરેજ-પાર્ટીઓમાં ગયો છું પણ ત્યાં બધા લોકો પોતાનીજ ભાષામાં બોલતા હોય અને આખી પાર્ટીનું આયોજન તેમની ભાષામાં થાય! એ લોકોનું એવું કહેવું છેકે અમને અમારી ભાષા પ્રત્યે ગૌરવ છે..આવું જ વાતાવરણ મેક્સીકન, અને અન્ય પરદેશથી  આવેલા સમાજમાં જોવા મળે તેઓ તેનીજ ભાષામાં વાત કરતાં હોય?

                           ઘણીવાર ગુજરાતી સમાજની પાર્ટીઓમાં  જેવીકે “દિવાળી”, “ક્રીસમસ”, “નવુ-વર્ષ”,પિકનીક   ત્યાં સંપૂર્ણ હાજરી ગુજરાતીની હોય પણ બધીજ જાહેરાત અને માઈક પર સૂચન અને વાતો ગુજરાતીમાં નહીં ..માત્ર ઈગ્લીશમાં થતી હોય!લાગે આપણે ક્યાં આવી ગયાં છીએ? યાદ છે કે એક વખત ” ગુજરાતી નાટક જોવા ગયેલ અને ત્યાં નાટક્નો સંચાલન બધીજ માહિતી ઈગ્લીશમાં જ બોલે! આને શું કહેવું?..ઈગ્લીશ-ભાષાનો  રોગ? હું ઈગ્લીશભાષાનો વિરોધી છું એવું પણ નથી પણ જ્યાં શક્ય છે, જ્યાં સંપૂર્ણ વાતવરણ ગુજરાતી છે ત્યાં આપણી માતૃભાષા બોલવામાં વાધો શું? એજ પ્રશ્ન આવીને ઉભો રહે છે.

                         આપણો મૂખ્ય હેતું અને ધ્યેય આપણી માતૃભાષા-ગુજરાતીઅને ગુજરાતી સંસ્કૃતીને ને પરદેશમાં જીવંત રાખવાનો છે.પરદેશમાં રહીં ને આપણી સંસ્કૃતીને જીવંત રાખવીને છે. ઈસ્ટ-વેસ્ટ ભેગા થાય!..સાથી જમે-રમે..સંસ્કૃતીની આપલે થાય..શાકરમાં દૂધ ભળે તેમ ભળી જાઈએ..છતાં પણ આપણી માતૃભાષા મોખરે રહે એજ  આશા!એજ મહેચ્છા! એ માટે પરદેશમાં રહેતાં સૌ ગુજરાતી ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહકારની જરૂર છે.. મળશે?

મે 12, 2009 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

“બા”

yashoda_krishna_PH73_l

 ‘મેઘા,” Happy Mother’s day”. આજ તારી ફેવરીટ રેસ્ટોરન્ટ..”Happy-India”માં ડીનર લેવા જઈશું’..”રવિ, મારું તો એ ફેવરીટ છે પણ તમને પણ ત્યાંનુ “MANGO-DRINKS’પસંદ છે. Why not?..પણ તમે ‘on call” પર છો એનું શું? હોસ્પિટલમાંથી ગમે ત્યારે ઈમરજ્ન્સી કૉલ આવે અને તમારે દોડવું પડે’..’Honey! તું એની ચિંતા ન કર મેં બધી વ્યવસ્થા કરી દીધી છે” રવિ હ્યુસ્ટનની “CHILDREN HOSPITAL”માં પિડિયાટ્રીસિયન છે અને પચ્ચીસ વર્ષથી જોબ કરે છે. દીકરી લત્તા અને દીકરો મીત બન્ને  ‘ONCOLOGIST”(કેન્સર સ્પેસ્યાલીસ્ટ)છે પણ બન્ન્ને છોકરાઓ શિકાગોમાં પ્રેકટીસ કરે છે. ‘Mom, Happy mother’s day’ લત્તાનો ફોન હતો..Thank you બેટી..’તું મજામાં છે ને?’  ‘હા. મૉમ(Mom)..હોસ્પિટલમાંથી ફોન કરું છું..આજે એક ઈમરજન્સી કેસ આવી ગયો એટલે આવવું  પડ્યું’..’બેટી! તે ફેડેકસમાં મોકલેલ “ગોલ્ડ નેકલેસ” મને બહુંજ ગમ્યું,આટલી મોઘી વસ્તું ના મોકલાય, બેટી!’ ..’મૉમ..IT’S MOTHER’S DAY GIFT..તમોએ અમારા માટે ઘણુંજ કર્યું છે..એના પ્રમાણમાં તો ‘THIS IS NOTHING”..’લત્તાબેટી, મારે બીજો ફોન મીત નો આવે છે..’ ..Can I call you back’..’OK Mom!’…મીત સાથે  પંદર મિનિટ મા-દીકરા વચ્ચે મીઠી વાતો થઈ..’મેધા. આજ તારો દિવસ છે..લત્તા અને મીત બન્ને તારાથી કેટલા નજીક છે કે તારી સાથે ચિકાગો રહે છે તો પણ દિવસ માં એકવાર તો તને ફોન કરે જ છે અને તું પણ ફોન પર અડધી કલાક સુધી વાતો કરતી હોય છે..YOU ARE VERY LUCKY MOM!..’  ‘હા રવિ..આપણે બન્ને નસીબદાર તો છીએ..કે અમેરિકામાં જન્મેલા બાળકો આપણી આટલી સંભાળ અને પ્રેમભાવ રાખે છે’..”મેઘા, બાળકોને આવો સારો ઉછેર અને સારા સંસ્કાર આપવામાં તારો ઘણોજ ફાળો છે..હા રવિ પણ મેં જોબ ન કરી તેથી બાળકો સાથે વધારે સમય કાઢી શકી અને સાથો સાથ તમારો પણ ફાળો ઓછો તો નથી..હોસ્પિટલમાં બાર-બાર કલાકની જોબ કરવા છતાં ઘેર આવો એટલે બાળકો સાથે ધમ્મા-મસ્તી અને આનંદ! ‘ ‘મેઘા!  લત્તા અને મીતને જોઈ મારો આખો દિવસનો થાક ઉતરી જતો!..તે પણ મારી એટલીજ સરભરા કરી છે ઘેર આવું એટલે ગરમા-ગરમ ડીનર તૈયાર હોય! I am very lucky husband!..’ જાવ હવે! મીઠું માખણ લગાવતાતો બહું આવડે છે! બસને મેઘા..આવું?..હું  અડધી કલાક નેપ(થોડી ઊંઘ) લઈ લવું?

         રવિ..બેડરુમમાં ગયો…પણ કોણ જાણે કેમ?આંખ મટકું મારવા તૈયાર નહોતી ને વિચારોના વરસાદને અટકવું નહોતુ!!” મા!એ મા બીજા વગડાના વા !!આજે હું અમેરિકામાં હોત ખરો? મારી સુશીલ પત્નિ..સુંદર બાળકો! સુખી સંસાર ભોગવું છું એ હોત ખરો? બા, તારા જ પ્રેમ અને મમતાએ મને રોકી પાડ્યો!  જાણે કે તારો સાદ..”દીકરા આવું ન કર! હું તારા વગર શું કરીશ? હું જુરી,જુરી મરી જઈશ! એ દિવસ યાદ છે..ભુલવાની કોશીષ કરું છું પણ ભુલી નથી શકાતું..ચાલીસ..ચાલીસ વર્ષ વિતી  ગયાં! મારા કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હતી  પણ મારા કાકા અમદાવાદમાં  પૈસે ટકે સુખી હતાં.કાકાના આગ્રહથી કોલેજનો અભ્યાસ અમદાવાદ કરવા આવ્યો..કાકાએ જવાબદારી લીધી પણ કાકી ખુશ નહોતાં! મેણા-ટૉણાં માર્યા કરે! વાતે વાતે  મારી પર  અપસેટ થઈ જાય..કોઈ વાર બોલી કાઢે..શુ આ કંઈ ધરમશાળા છે? બધાના રોટલા મારે ટીપવાના! કાકા ધંધાપર જાય પછી કાકી એના સ્વભાવ પર આવી જાય! ગમે તેમ બોલે! મેં પાર્ટ-ટાઈમ જોબ શરુ કરી..મારી કોલેજની ફી હું જાતે કાઢતો!મા-બાપ પાસે કદી પણ પૈસા મંગાવતો નહીં. શું કરું? સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતી! ના આ વાત મારી મા ને કરી શકું કે કાકાને! કોઈ વાર તો સવારે ચા-નાસ્તા વગર કોલેજ જવું પડે! તો કોઈવાર જોબ પર લન્ચ વગર! કોલેજમાં મિત્રો બહાર રેસ્ટોરન્ટમાં ખાવાની વાત કરે! મારી પાસે એક પૈસો પણ ના હોય! બહુંજ મર્યાદિત મિત્રો રાખતો! મારું ધ્યેય બસ સારા માર્ક્સ લઈ પાસ થવું..દર વરસે સાઠ ટકા ઉપર આવતા એટલે ખુશ રહેતો! મા ને જાણ કરું એ તો બહું જ ખુશ અને રાજી થતી. વેકેશનમાં ઘેર જાવ એટલે બસ મને ભાવતી, ભાવતી વાનગી બનાવે! યાદ છે મારી બા એ એક વખત મારી ભાવતી સુખડી ડબ્બો-ભરી મારા માટે મોકલી..બસ માત્ર એકજ વાર સુખડી ચખવા મળી..કાકી એ બાકીની સુખડીનું શું કર્યુ ? કોને ખબર?

               કાકીના વલણથી કંટાળી ગયો હતો! કોલેજનું બીજુ વરસ હતું..વિચાર આવ્યો કે આવા ત્રાસમાં રહેવા કરતાં ઘેર જતો રહું!બીજીજ ઘડી એ ઘરની આર્થિક પરિસ્થિતી યાદ આવી જતી..શું કરું? કાકાની ગેરહાજરીમાં કાકી ગમે તે બોલી જાય!તારા મા-બાપને તારી શું પડી છે? ત્યાં બેઠાં બેઠાં જલસા કરે છે!અમારી પર તારી લપ વળગાડી છે! કાચી યુવાનીના અધુરા વિચારો અને કાકીના કાયમી કપરા મેણાં ટોણાં!બસ આજ ત્રીજામાળની અગાસીમાંથી જંપલાવી દઉં! અગાસીની પાળપર ચડ્યો…મગજ ભમતું હતું! બન્ને પગ અગાસી બહાર લંબાવ્યા! કોણજાણે કેમ એકદમ..બેટા! જેવો પડઘો સંભળાયો એજ ક્ષણે બા યાદ આવી, હું આપઘાત કરીશ તો મારી બાનું શું થશે? મારા સમાચાર સાંભળી ગાંડી થઈ જશે! મારા વગર એ જુરી જુરી મરી જશે!  દૂર દૂર બેઠેલી જનેતાનો પ્રેમ આડો આવ્યો..મારાથી ચીસ પડાઈ ગઈ..”બા..મારી મા”…

મે 11, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: