"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રાર્થના

 
indian_women_handmade_paintings_

 

 

 

 

 

 

 

 

 

 

 

મહાપુરુષો મરે છે
ત્યારે
ઠેકઠેકાણેનાં આરસપહાણના પથ્થર
જાગી જાય છે
અને ચોકમાં શિલ્પમાં
તેમના આત્માને ચણીને
તેમને મારે છે,
ફરી એક વાર…કદાચ કાયમ માટે જ!
એટલે-
મહાપુરુષોને મરણ હોય છે
બે વાર
એ વાર  દુશ્મનો તરફથી
અને પછી ભક્તો તરફથી
આ આરસપહાણી મરણ તને ન મળો
એ મારી આ શુભદિને મનોમન પ્રાર્થના.

-અનુવાદ:ધ્વનિલ પારેખ(કુસુમાગ્રજ-મરાઠી કવિતા)

એપ્રિલ 9, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: