"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“સંબંધ એક લાકડી ટેકામાં હોય છે”

wall_poster_an20

બદલતા  રોજ   કેટલા  સરનામાં    હોય  છે,
મળવાનું આમ  પૂછો તો  રસ્તામાં  હોય છે.

મૃગજળની  ઝાંય  એટલે  ચ્હેરામાં  હોય છે,
ભાગી   રહેલ   લોક સૌ  તડકામાં     હોય છે.

સંબંધ  એ ક  લાકડી    ટેકામાં           હોય છે,
આખા જીવનનો  થાક  અવસ્થામાં   હોય છે.

સૂરજ   સવારે  ઊગતો  સાંજે   ઢળી    જતો,
માણસ  બિચારો  કાયમી   દ્વિધામાં  હોય છે.

ઝરણાંની  જેમ  ફૂ ટતું  પાણી એ  શું   હશે?
આસું  તો  કોઈ  આંખના  ખૂણામાં  હોય છે.

ક્યાંથી  જડે  એ   લોકોને  રસ્તા    આમ  એ,
આખું  શહેર  તો કોઈના ખીસ્સામાં  હોય છે.

-કૈલાસ પંડીત

 

 

 

એપ્રિલ 16, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: