"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્ત્રી-ચંદ્રકાંત બક્ષી

indian_poster_an32

 

 

 

 

 

 

 

 

 

 

લગ્ન પહેલાં  સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું સૌંદર્ય હોય છે.

બેટીઓ જિંદગીભર બાપને ખુશ રાખે છે, ફક્ત એ વાર રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એક વાર રડવાનું કિસ્મત, એક વાર પેટ ભરીને રડીને લેવાનું કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?

સ્ત્રીનું કામ ફિલસુફ થવાનું નથી. પુરુષને ફિલસૂફ બનાવવાનું છે.!

સ્ત્રી આખી જિંદગી એકની કે દિવાલો જોતી જીવી શકે છે. સ્ત્રીને પાળી શકાય છે. એને માટે ચાબુક કે લગામની જરુર પડતી નથી, એની વજનદાર પાંખો ઊડી જવાના કામમાં આવતી નથી,સાંજ પડે છે ત્યારે માળામાં પાછા આવી જવાના કામમાં આવે છે. ગૃહસ્થીઓનાં પીંજરાઓની અંદર જ સ્ત્રીઓ ગળું ખોલીને પૂરેપૂરી ચહચતી નજરે આવે છે. સ્ત્રીને માટે ગુલામી એક સુખદ,અપેક્ષીત, પ્રણાલિકાગત સ્થિતિનું નામ છે, એની માનસિક સ્થિતિ મનુષ્ય અને પાળેલા જાનવરની વચ્ચેની છે. જંજીરને ખનખનતા આભૂષણમાં પળટાવી શકે છે.

સ્ત્રી અને પુરૂષનો  ફર્ક છે.સ્ત્રી દગાબાજ થાય છે ત્યારે તૂટી જાય છે અને પુરૂષ વેર લે છે.

પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે!હું માદાઓની વાત કરતો નથી, બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી. ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે-ફરગેટ ધેટ વર્ડ!

આપણાં લગ્નમંત્રો એકપક્ષી છે. વધૂને આશીર્વાદો કેવા અપાય છે? રામની સીતા બનજે, રાવણની મંદોદરી બનજે. ત્યાં સુધી તો ઠીક છે પણ  એક આશીર્વાદ છે: તું પાવકની સ્વાહા બનજે! લગ્નમાં સ્ત્રીએ સ્વાહા થઈ જવાનું છે?

એપ્રિલ 14, 2009 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: